બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા કોર્ટના જજ શ્રી જે.જે ગઢવીની બદલી થતાં વિદાય સમારંભ યોજવામાં આવ્યો
ફતેપુરા વકીલ મંડળના પ્રમુખ પ્યારેલાલ કલાલ બારના વકીલ મિત્રો અને કોર્ટ સ્ટાફ દ્વારા વિદાય આપવામાં આવી
સુખસર,તા.18
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા કોર્ટમાં જજ તરીકેની ફરજ બજાવતા જજ શ્રી જે જે ગઢવીની બદલી થતાં તેઓનો વિદાય સમારંભ રાખવામાં આવેલ હતો. ફતેપુરા કોર્ટમાં છેલ્લા બે વર્ષથી જજ તરીકે ની ફરજ બજાવતા જજશ્રી જે. જે.ગઢવીની ફતેપુરા થી બદલી મોરબી મુકામે થતા તેઓનો વિદાય સમારંભ કોર્ટના વકીલ મંડળની ઓફિસમાં રાખવામાં આવેલ હતો.જેમાં ફતેપુરા વકીલ મંડળના પ્રમુખશ્રી પ્યારેલાલ કલાલ,નાજર,સરકારી વકીલ,કોર્ટના સ્ટાફ ગણ,વકીલ મિત્રો,વકીલ મંડળના સેક્રેટરી અમલીયાર,રાઠોડભાઈ, ખંડેલવાલભાઈ,શબ્બીરભાઈ સુનેલવાલા,શરદભાઈ ઉપાધ્યાય, અમુલભાઈ શાહ તેમજ મોટી સંખ્યામાં વકીલ મિત્રો હાજર રહ્યા હતા.હાજર રહેલ વકીલ મિત્રો તેમજ સ્ટાફ ગણ બદલીથી વિદાય થતા જજશ્રી નું ફૂલહાર કરી ગુલદસ્તો આપી શાલ ઓઢાડી તેમજ મોમેન્ટો આપી સન્માન કર્યું હતું.તેમજ વધુમાં વધુ પ્રગતિ કરે, બઢતી સાથે આગળ વધે તેવી શુભકામનાઓ પાઠવી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ પરમાર દ્વારા કરવામાં આવી હતી.