રાજેશ વસાવે :- દાહોદ
સરકારી પોલીટેકનીક દાહોદ ખાતે વિદ્યાર્થીઓ તથા વાલીઓ માટે સેમિનાર યોજાશે
દાહોદ તા. ૧૭
સરકારી પોલીટેકનીક દાહોદ ખાતે ધોરણ – ૧૦ પછીના ડીપ્લોમા એન્જીનીયરિંગમાં વિવિધ અભ્યાસક્રમો સિવિલ ,મેકેનિકલ ,ઇલેક્ટ્રિકલ ઇસી કોમ્પ્યુટર કોમ્પ્યુટર એઇડેડ કોસ્ચ્યુમ ડિઝાઇનિંગ એન્ડ ડ્રેસમેકિંગ ,હાલ ચાલી રહ્યા છે. ધોરણ ૧૦ પછી ડીપ્લોમા ઈજનેરીમાં પ્રવેશ મેળવવા માટે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સિસ અમદાવાદ દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ માટેની ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા ૧૫ એપ્રિલ ૨૦૨૪ થી શરૂ થઈ ગઈ છે. પ્રવેશ વાંછુક વિધાર્થીઓ અને તેમના વાલીઓને ડિપ્લોમા ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયાની માહિતી મળી રહે તે હેતુ થી તા. ૨૩/૦૫/૨૦૨૪ ગુરુવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે રૂમ નંબર ૦૫ વિદ્યુત ઈજનેરી વિભાગ સરકારી પોલિટેકનિક કોલેજ દાહોદ ખાતે નિશુલ્ક માર્ગદર્શન સેમિનાર આયોજન કરેલ છે.
ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયાને લઈ વિદ્યાર્થીઓ તથા વાલીઓના મૂંઝવતા પ્રશ્નોના નિરાકરણ કરવામાં આવશે. આ માર્ગદર્શન સેમિનારનો લાભ લેવા સરકારી પોલિટેકનિક ના આચાર્યશ્રીએ એક અખબાર યાદીમાં જણાવ્યું છે.
૦૦૦