યાસીન ભાભોર :- ફતેપુરા
ફતેપુરા તાલુકામાં પુત્રના પ્રેમ પ્રકરણના કારણે પરિવાર મુશ્કેલીમાં મુકાયો
પરિવારની મહિલાએ પોલીસ રક્ષણ મેળવવા માટે દાહોદ જિલ્લા પોલીસવડા ને લેખિત રજૂઆત કરી
ફતેપુરા તા.૦૫
ફતેપુરા તાલુકાના એક ગામના યુવકને તાલુકાની જ એક ગામની સગીર યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાયા હતા.છેલ્લા એક વર્ષથી તેઓનો પ્રેમ સંબંધ ચાલુ હતું ત્યારે તારીખ 04 /02/ 2024 ના રોજ આ પ્રેમી યુગલ અણસમજમાં આવીને પતિ પત્ની તરીકે રહેવાના ઇરાદાથી ઘરેથી ભાગી ગયા હતા.જેની જાણ યુવકના પરિવારજનોને થતા યુવક નો પરિવાર તાત્કાલિક યુવક અને યુવતી ની શોધવાના પ્રયાસોમાં લાગી ગયા હતા અને યુવક અને યુવતી ને શોધી લાવ્યા હતા.યુવતી સગીર હોવાથી યુવકના પરિવારજનોએ યુવતીના પિતાને આ સમગ્ર બાબતની જાણ કરી હતી અને યુવતીના પિતા સાથે ચર્ચા વિચારણાઓ કરી હતી ત્યારે યુવતીના પિતાને આ સંબંધ મંજૂર ન હતો જેથી તારીખ 12/02/2024 ના રોજ બંને ગામોની પંચો રૂબરૂ સમાધાન કરીને યુવકના પરિવારનોએ યુવતીના પરિવારજનોને દંડ પેટે ₹80,000 રોકડા ચૂકવ્યા હતા અને યુવતીનો કબજો યુવતીના પિતાને સોપ્યો હતો.યુવતીના પિતાએ આ યુવતી નો કબજો તેના મામાને સોપ્યો હતો.ત્યારબાદ દસેક દિવસ બાદ ફરીથી તેના પિતા અથવા મામા નું ઘર છોડીને ક્યાંક ભાગી ગઈ છે જેના પગલે યુવતીના પિતાએ યુવકના પરિવાર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.ફરિયાદના પગલે પોલીસ સ્ટાફના માણસો યુવકના ઘરે તપાસ કરવા જતા યુવકના પિતા અને ભાઈ ડરી જઈને ઘર છોડીને ક્યાંક ભાગી ગયા છે જેના પગલે ઘરે માત્ર મહિલાઓ જ રહેલી છે અને આ મહિલાઓ ખૂબ જ ડરી ગઈ છે જેથી તેઓએ પોલીસ રક્ષણ મેળવવા માટે દાહોદ જિલ્લા પોલીસવડા ને લેખિત રજૂઆત કરી છે.ત્યારે આ વેળાએ યુવક ના પરિવારજનો અને યુવકની માતાએ પોતાની કેફિયતમાં જણાવ્યું છે કે હાલમાં તેમનો પુત્ર કે આ સગીર યુવતી તેમના ઘરે આવેલા નથી અને ગમે ત્યારે આવશે તો તેઓ રાજી ખુશીથી યુવતી નો કબજો તેના પિતાને સોંપી દેશે પરંતુ જ્યાં સુધી યુવતીનો પત્તો ન મળે ત્યાં સુધી તેમના પરિવારને પોલીસ રક્ષણ આપવામાં આવે કારણ કે તેઓ મહિલાઓ જ ફક્ત ઘરે છે અને તેઓ ખૂબ જ ડરી ગયેલા છે અને હાલમાં તેમના ઘરે કોઈ પણ પુરુષ હાજર નથી તેમના બંને પુત્રો અને તેમનો પતિ ઘર છોડીને ક્યાંક ભાગી ગયેલા છે તેથી જ્યાં સુધી યુવતીનો પતો ન મળે ત્યાં સુધી તેમના પરિવારને પોલીસ રક્ષણ આપવામાં આવે તેવી યુવક ની માતાએ દાહોદ જિલ્લા પોલીસવડા ને લેખિત રજૂઆત કરી છે.
આ તમામ વિગતો યુવક ની માતાએ પોતાની કેફિયત માં જણાવી છે તેમજ દાહોદ જિલ્લા પોલીસવડા ને કરેલી લેખિત અરજીમાં જણાવી છે.