Sunday, 22/12/2024
Dark Mode

દાહોદમાં ઇજનેરી કોલેજ ખાતે પ્રિસાઇંડિંગ અધિકારીઓ તેમજ માઇક્રો ઓબ્ઝર્વરની તાલીમ યોજાઇ

March 27, 2024
        489
દાહોદમાં ઇજનેરી કોલેજ ખાતે પ્રિસાઇંડિંગ અધિકારીઓ તેમજ માઇક્રો ઓબ્ઝર્વરની તાલીમ યોજાઇ

*લોકસભા સામાન્ય ચુંટણી – ૨૦૨૪*

૦૦

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદમાં ઇજનેરી કોલેજ ખાતે પ્રિસાઇંડિંગ અધિકારીઓ તેમજ માઇક્રો ઓબ્ઝર્વરની તાલીમ યોજાઇ

ચુંટણી એ રાષ્ટ્રીય તહેવાર છે તેને પોતાની જવાબદારી સમજીને ઉત્સાહપુર્વક અને એકબીજાના સંકલનમાં રહીને કામગીરી કરવાથી તે* *સરળ બની જાય છે*. – *જિલ્લા ચુંટણી અધિકારીશ્રી યોગેશ નિરગુડે

દાહોદ તા. ૨૭ 

દાહોદમાં ઇજનેરી કોલેજ ખાતે પ્રિસાઇંડિંગ અધિકારીઓ તેમજ માઇક્રો ઓબ્ઝર્વરની તાલીમ યોજાઇ

લોકસભા સામાન્ય ચુંટણી ૨૦૨૪ ને ધ્યાને રાખી પોલિંગ બુથ પર નિમણુંક કરવામાં આવેલ દાહોદ જિલ્લાના તમામ પ્રિસાઇંડિંગ અધિકારીઓને તેઓની ફરજ દરમ્યાન કરવામા આવનાર કામગીરી અંગેની પ્રાથમિક જાણકારી મળી રહે તે હેતુથી દાહોદની ઇજનેરી કોલેજ ખાતે પ્રિસાઇંડિંગ અધિકારીઓની તાલીમ યોજવામા આવી હતી. 

દાહોદમાં ઇજનેરી કોલેજ ખાતે પ્રિસાઇંડિંગ અધિકારીઓ તેમજ માઇક્રો ઓબ્ઝર્વરની તાલીમ યોજાઇ

દાહોદ જિલ્લાના તમામ તાલુકાઓના પ્રિસાઇંડિંગ અધિકારીઓને ચુંટણી કામગીરી દરમ્યાન સોંપવામાં આવેલી કામગીરીમાં કોઇપણ પ્રકારની સમસ્યા કે પ્રશ્ન હોય તેમજ મુળ જવાબદારીથી તેઓ વધુ માહિતગાર થાય એ હેતુથી દાહોદમાં ઇજનેરી કોલેજ ખાતે પ્રિસાઇંડિંગ અધિકારીઓની તાલીમ યોજવામા આવી હતી. આ તાલીમમા જિલ્લા ચુંટણી અધિકારીશ્રી યોગેશ નિરગુડેએ તમામ તાલુકાના પ્રિસાઇંડિંગ અધિકારીઓ સાથે વર્ચ્યુઅલ ઉપસ્થિત રહીને ચુંટણીની કામગીરીની ગંભીરતા સમજાવતા કહ્યુ હતુ કે, ચુંટણી દરમ્યાન પ્રિસાઇંડિંગ અધિકારીઓ એ મહત્વનો રોલ ભજવવાનો હોય છે, પ્રિસાઇંડિંગ અધિકારીઓની કામગીરી સૌથી મહત્વની હોય છે. જેમા કોઇપણ પ્રકારની ભુલ ન થાય તેની તકેદારી ખાસ રાખવાની હોય છે. ચુંટણી દરમ્યાન જો ક્યારેક કોઇ ભુલ થઈ જણાય તો તેની જાણ તૈયારીમા કરવી ખુબ જ જરુરી છે.

દાહોદમાં ઇજનેરી કોલેજ ખાતે પ્રિસાઇંડિંગ અધિકારીઓ તેમજ માઇક્રો ઓબ્ઝર્વરની તાલીમ યોજાઇ

 જો કોઇને નાનામા નાનો પણ કોઇ પ્રશ્ન કે સમસ્યા હોય તો સેક્ટર ઓફિસર જોડે મળીને તેનો ઉકેલ તાત્કાલિક પણે લાવી દેવો જરુરી છે. એ માટે વહીવટી તંત્ર તમારી પડખે છે. આ બાબતે દરેક ઓફિસરે પોતાની જવાબદારીની જાણ હોય તે અગત્યનુ છે. તેમજ અહિથી આપવામા આવેલ પેમ્ફલેટ તેમજ પ્રિસાઇન્ડીંગ અધિકારીની પુસ્તિકા જેવા મટીરિયલ્સનુ ધ્યાનથી વાંચન કરવુ જોઇએ. ઉપરાંત તેમણે ઉમેર્યુ હતુ કે, ઇ સી આઇ ની વેબ સાઇટ પરથી મોટાભાગની જાણકારી મળી રહેશે. ઇ વી એમની જવાબદારી સાથે સાવચેતી પણ એટલી જરુરી છે.  

આ સાથે તેમણે જણાવ્યુ હતુ કે, ચુંટણી એ રાષ્ટ્રીય તહેવાર છે તેને પોતાની જવાબદારી સમજીને ઉત્સાહપુર્વક અને એકબીજાના સંકલનમાં રહીને કામગીરી કરવાથી તે સરળ બની જાય છે. એમ જણાવતા તેમણે પોલિંગ સ્ટેશન પર પ્રાથમિક સુવિધાઓ અંગેની સમગ્રતયા તૈયારી અંગેની સમીક્ષા કરી હતી. એ સાથે ચુંટણી અધિકારીશ્રી યોગેશ નિરગુડે દ્વારા ચુંટણી કામગીરીમા હજી પણ થોડો વધુ સુધારો લાવવા સહિત કોઇપણ પ્રકારની કચાસ રહી ન જાય તેની તકેદારી રાખવા જરુરી સુચના આપવામા આવી હતી. 

આ તાલીમ દરમ્યાન નાયબ ચુંટણી અધિકારી સુશ્રી હેતલબેન, દાહોદ પ્રાંત અધિકારી સુશ્રી નીલાંજસા રાજપૂત, મામલતદાર શ્રી મનોજ મિશ્રા ,નાયબ મામલતદાર શ્રીઓ સહિત મોટી સંખ્યામા પ્રિસાઇન્ડીંગ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

૦૦૦

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!