સંજેલીના ગોવિંદા તળાઈ ગામેથી પોલીસે ઇંગ્લિશ દારૂ ના અડ્ડા પર દરોડો પાડી વિદેશી દારૂ ઝડપ્યો, એક ઝડપાયો..
39560નો ઇંગ્લિશ દારૂનો મુદ્દો માલ સાથે એકની ઘર પકડ 1 આરોપી વોન્ટેડ.
અલગ અલગ ઇંગલિશ બોટલની બ્રાન્ડની 9 પેટી સહિત એક મોબાઈલ જપ્ત.
સંજેલી તા.03
સંજેલીના ગોવિંદા તળાઈ ખાતે પોલીસની અચાનક રેડ કરાતા ઇંગ્લિશ દારૂની 9 પેટી સહિત એક ની ઘર પકડ એક આરોપી વોન્ટેડ આ વાત વાયુ વળગે સંજેલી નગરમાં પ્રસરતા ઇંગ્લિશ દારૂના બુટલેગરોમાં ફફડાટ ફેલાઈ જેવા પામ્યો છે. ગુજરાતમાં દારૂબંધી છે તેમ છતાં પણ કેટલાક બુટલેગરો અવનવી તરકીબો અપનાવી મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો રાખી વેચાણ કરતા હોય છે. સંજેલી પોલીસ મથક થી થોડી દૂર જ બુટલેગર દ્વારા ઇંગ્લિશ દારૂનો વેપલો કરતા હોવાની જાણ થતા સંજેલી પોલીસ દ્વારા રેડ કરાઈ હતી જેમાં અલગ અલગ બ્રાન્ડની નવ ઇંગલિશ દારૂ ની પેટી મળી આવી હતી.બોટલ નંગ 384 ની કુલ કિંમત 34560 ના મુદ્દા માલ મળી એક આરોપીની ઘરપકડ અને એક આરોપી વોન્ટેડ.મુદ્દા માલ સાથે ગોવિંદાતળાવના રવિ બારીયા અને વોન્ટેડ આરોપી ઉપેન્દ્રભાઈ સામે સંજેલી પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.
ભૂતકાળમાં સ્ટેટ વિજિલન્સ ની ટીમ દ્વારા રેડ પાડવામાં આવી હતી અને મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો અને એક પીએસઆઇ સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો અને ફરી એ જ આરોપી રવિ બારીયા ઘરે ભારતીય બનાવટી વિદેશી દારૂની મળી આવી હતી..