રાજેશ વસાવે :- દાહોદ
રાષ્ટ્રીય યુવા દીવસ તથા સ્વામી વિવેકાનંદજી ની જયંતિ નિમિત્તે.
નવજીવન આટૅસ અને કોમૅસ કોલેજ દાહોદ ખાતે રકતદાન કેમ્પ યોજાયો.
દાહોદ તા. ૧૨
દાહોદ. રાષ્ટ્રીય યુવા દીવસ તેમજ યુવાનો ના પ્રેરણા સ્ત્રોત સ્વામી વિવેકાનંદજી જયંતિ નિમિત્તે માનવસેવા ના કાયૅ કરતી ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી દાહોદ તથા રોટરી સેવા સંસ્થાન દાહોદ દ્વારા અનાજ મહાજન સાવૅજનિક એજ્યુકેશન સોસાયટી દાહોદ સંચાલિત નવજીવન આટૅસ અને કોમૅસ કોલેજ દાહોદ .રાષ્ટ્રીય સેવા યોજના .એન.સી.સી.તથા એન.એસ.એસ વિભાગ યુનિટ ૦૧ તથા ૦૨ ના સહયોગ થી કોલેજ ખાતે રકતદાન કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યું હતુ આ કેમ્પ મા નવજીવન આટૅસ અને કોમૅસ કોલેજ ના આચાર્ય શ્રી ભરતભાઇ બોદર .રોટરી સેવા સંસ્થાન દાહોદના પ્રમુખ ડો.નરેશ ચાવડા. રેડક્રોસ સોસાયટીના માનદ મંત્રી શ્રી જવાહરભાઈ શાહ.વાઈસ ચેરમેન શ્રી દીનેશભાઈ શાહ. આદિવાસી બીરસા મુડા ભવન દાહોદ ના સહમંત્રી શ્રી રાજેશભાઈ ભાભોર.
રેડક્રોસ બ્લડ બેક કન્વીનર શ્રી એન.કે પરમાર કોલેજ ના પ્રાધ્યાપકો.ઉપસ્થિત રહ્યાં હતા કોલેજમાં અભ્યાસ કરતા તથા એન.સી સી ના વિદ્યાર્થીઓએ ઉત્સાહ પુવૅક રકતદાન કરી કેમ્પ ને સફળ બનાવયો હતો રકતદાતા ઓ ને ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી તથા રોટરી સેવા સંસ્થાન દાહોદ દ્વારા પ્રમાણપત્ર તથા ગીફ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા