દાહોદ તાલુકાના કતવારામાં લોકડાઉનમાં આંશિક છૂટછાટની વચ્ચે શાકભાજી અને ફ્રુટની લારીઓવાળા માસ્ક પહેરવાનું તેમજ શોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવાનું ભૂલ્યા હતા.જેના લીધે કોરોના સંક્રમણ વધવાનો ભય વધવા પામ્યો છે.
કોરોના મહામારીમાં વડોદરા અમદાવાદ રાજકોટ સુરત જેવી મેગાસિટીમાં શાકભાજી તેમજ ફ્રુટની લારી વાળા કોરોના પોઝિટિવ આવતા કોરોના વ્યાપ વધવા પામ્યો છે.ત્યારે દાહોદ તાલુકાના કતવારામાં શાકભાજી તથા ફ્રુટની લારીઓ પર વેપાર કરતા વેપારી તથા બાઇક સવાર પણ માસ્ક વગર જોવા મળ્યા છે.આ નજારો જોઇ ખરીદી કરતા લોકો સાથે અવર-જવર કરતાં લોકોમાં અનેક સવાલો સાથે આરોગ્યની સાવચેતી પણ ચિંતા થવા પામી હતી. ત્યારે આરોગ્ય તંત્ર દ્વારા માસ્ક પહેર્યા વિના આવા વેપારીઓ સામે કાર્યવાહી તે પણ ચર્ચાનો વિષય રહેવા પામે છે જોકે કોરોના સામેની જંગમાં જેટલી જવાબદારીઓ વહીવટીતંત્રની છે એટલી જવાબદારી ગામવાસીઓની પણ છે.દાહોદ જિલ્લાના માનનીય કલેકટર શ્રી વિજય ખરાડીના નિર્દેશો મુજબ એક બાઈક પર એક વ્યક્તિ હોવો જોઈએ અને ફોર વ્હીલરમાં ચાલક સહીત ફક્ત ત્રણ લોકો ફરી શકે છે.કતવારા ગામમાં વાહનચાલકો સરેઆમ કલેક્ટરશ્રી ના જાહેરનામાનો ભંગ કરતા લોકો દાહોદ જિલ્લાના કતવારા ગામમાં જોવા મળ્યા છે.