રાજેશ વસાવે :- દાહોદ
કેન્દ્ર સરકારના નવા કાયદાનો દાહોદ જિલ્લામા વિરોધ પ્રદર્શન..
લીમડી નજીક ટ્રક ચાલકોએ દાહોદ-ચિતોડગઢ નેશનલ હાઈવે પર ચક્કાજામ કર્યો..
દાહોદ તા.01
દાહોદ જિલ્લામાં ટ્રક ચાલકોએ પણ સરકારના નવા કાયદાનો વિરોધ કર્યો દાહોદના લીમડી નગર ખાતે આવેલ નેશનલ હાઈવે પર ટ્રકચાલકો અને ટ્રક માલિકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો ટ્રકચાલકો અને ટ્રક માલિકો દ્વારા નેશનલ હાઇવે ના તમામ વાહનોને ઉભા રાખી નેશનલ હાઇવે ચક્કાજામ કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો સરકારની આ પ્રકારના કાયદાની તાનાશાહીને પરત લેવામાં આવે જેને લઈને દાહોદના લીમડી નગર ખાતે આવેલ દાહોદ ચિત્તોડગઢ નેશનલ હાઇવે ચક્કાજામ કરીને વિરોધ પ્રદર્શન નોંધ્યો હતો.જેમાં દાહોદ જિલ્લાના ટ્રક ચાલકો મોટી સંખ્યામાં રસ્તા ઉપર બેસીને નેશનલ હાઈવે ને અડધા કલાક માટે ચક્કાજામ કરીને વિરોધ પ્રદર્શન નોંધ્યો હતો.
દાહોદ જિલ્લામાં ટ્રક ચાલકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે જો ટ્રક ચાલક જોડે 8 લાખ રૂપિયા હોય તો તેઓ શા માટે ટ્રક ડ્રાઇવિંગ કરી રહ્યા છે સરકાર દ્વારા દસ વર્ષની સજા અને આઠ લાખનો જે દંડ ની જોગવાઈનો નવો કાયદો લાવવામાં આવ્યો છે તેનો સમગ્ર ગુજરાત ભરમાં ટ્રક ચાલકો વિરોધ પ્રદર્શન નોંધાવી રહ્યા છે ત્યારે લીમડી નગરમાં પણ ટ્રક ચાલકો દ્વારા દાહોદ ચિત્તોડગઢ નેશનલ હાઇવે ચક્કા જામ કરીને કહેવામાં આવી રહ્યું છે કે સરકાર આ કાયદો પરત લે નહીંતર મોટી સંખ્યામાં ગુજરાત ભરમાં આંદોલનો કરવામાં આવશે ટ્રક ચાલકો 10,000 ની નોકરી કરી રહ્યા છે તેઓ આટલું મોટું વળતર સરકારને કઈ રીતે ચૂકવી શકે જો ઘટના બને તો જો ટૂંક સમયમાં કાયદો પરત લેવામાં ન આવે તો ટ્રક ચાલકો સમગ્ર ગુજરાતમાં ટ્રક ચલાવવાના બંધ કરી દેશે અને સરકાર સામે વિરોધ નોંધાવશે તેમ જણાવ્યું હતું.