બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા આઇ.કે.દેસાઈ હાઈસ્કૂલ ખાતે રાજ્ય બોર્ડ દ્વારા સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઈ
ફતેપુરા તાલુકા યોગ કોચ ધુળાભાઈ પારગીની રાહબર હેઠળ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું
સુખસર,તા.૨૪
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સૂર્યનમસ્કાર સ્પર્ધા-૨૦૨૩-૨૪ ફતેપુરા તાલુકાની તાલુકા કક્ષાની યોગ સ્પર્ધા ફતેપુરામાં આવેલ શ્રી આઈ.કે. દેસાઈ હાઈસ્કૂલ ફતેપુરામાં યોજવામાં આવેલ.ફતેપુરા તાલુકામાંથી સ્પર્ધકોએ ભાગ લીધો હતો.દાહોદ જિલ્લા યુવા વિકાસ અધિકારીના માર્ગદર્શન તેમજ ફતેપુરા તાલુકા યોગકોચ ધુળાભાઈ પારગીની રાહબર હેઠળ સ્પર્ધા યોજાઈ હતી.જેમાં ઉપસ્થિત આઇ.કે.દેસાઇ હાઇસ્કુલના આચાર્ય જે.એમ.પટેલ, તાલુકા રમત ગમત કન્વીનર, તથા તાલુકાના વિવિધ ગામોમાંથી સ્પર્ધામાં ભાગ લેવા માટે આવેલા સ્પર્ધક ભાઇ- બહેનો હાજર રહ્યા હતા.જેમાં તાલુકા કક્ષાએ પ્રથમ ,દ્વિતીય,અને તૃતીય આવનાર યોગ સ્પર્ધકોને જિલ્લા લેવલે પસંદગી કરી મોકલવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.