કલ્પેશ શાહ :- સીંગવડ
સાંસદના ગામમાં જ વિદ્યાર્થીનીઓને પાણીના વલખા…
દાસા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ પાણી માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ધરમધક્કા ખાવા મજબુર
સીંગવડ તા. ૨૦
સિંગવડ તાલુકાના દાસા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દાસા ખાતેથી પાણી લાવવા મજબૂર થવું પડે છે.
સિંગવડ તાલુકાના દાસા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ની 50 જેટલી વિદ્યાર્થીઓની ભણતી હોય આ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં પાણીની વ્યવસ્થા હતી પરંતુ હમણાં ચાર પાંચ દિવસથી આ શાળામાં પાણીની વ્યવસ્થા બંધ થઇ જતા વિદ્યાર્થીઓને શાળા ની સામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માંથી પાણી લાવીને તેમને પોતાનુ તથા શાળામાં પાણી ભરવા મજબૂત પડતું હોય છે જ્યારે આ શાળા ની વિદ્યાર્થીનીઓને બધી સુવિધા શાળામાં મળવી જોઈએ તેવી ની જગ્યાએ આ વિદ્યાર્થીઓને પાણી ભરવા મજબૂત હોય છે જ્યારે આ શાળાના જે સંચાલકો દ્વારા પાણીની સુવિધા પૂરી પાડવાની હોય તેમ છતાં શાળાની વિદ્યાર્થીઓને પાણી લેવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દાસા સુધી જઈને લાવવુ પડતું હોય છે જ્યારે આ શાળાની વિદ્યાર્થીને સવારે વહેલા ચારથી પાંચ વાગ્યે તથા સાંજે ચાર થી પાંચ વાગ્યે પાણી ભરવા માટે જવું પડતું હોય છે જ્યારે વિદ્યાર્થીનીઓ શાળામાં ભણવા આવતી હોય છે જેની સુવિધા જે તે શાળા સંચાલકોની હોય છે પરંતુ આ સંચાલક દ્વારા આ સુવિધા પૂરી પાડવામાં નહીં આવતા તેનો ભોગ શાળામાં ભણતી વિદ્યાર્થીઓને ભોગવવું પડે છે માટે આ શાળાની વિદ્યાર્થીઓને આ પાણીની સુવિધા પૂરી પાડવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.