રાજેશ વસાવે :- દાહોદ
દબાણકર્તાને હાર્ટ અટેક આવતા હોસ્પિટલમાં ભરતી થયો..
દાહોદની સાંઈધામ સોસાયટીમાં મકાનનો ગેરકાયદેસર ભાગ તોડવાની કામગીરી હાલ પૂરતી સ્થિગિત રખાઈ.
દાહોદ તા.૨૦
દાહોદના નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજની પાછળ આવેલ સાંઈ દર્શન સોસાયટી ગલાલીયાવાડ મોહડી ઝોલા ફળિયામાં બનાવવામાં આવેલ એક ગેરકાયદેસર મકાન તોડવાની કામગીરી ટૂંક સમય માટે તંત્ર દ્વારા રોકાવી દેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે આ ગેરકાયદેસર બાંધકામ આવનાર દિવસોમાં ક્યારે તોડી પાડવામાં આવશે તે ચર્ચાનો વિષય બન્યો છે.
રેલ્વે વિભાગના કર્મચારી ઇન્દ્રજીતભાઈ દેવેન્દ્ર મિશ્રા નિવૃત છે જે પોતાના પરિવાર સાથે દાહોદના નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની પાછળ આવેલ સાંઈ દર્શન સોસાયટી ગલાલીયા વાળ મહૂંડી ઝોલા ફળિયામાં રહે છે જેમણે આજથી બે વર્ષ અગાઉ જયદીપ સોસાયટીમાં જમીન ખરીદી મકાન બનાવ્યું હતું જાણવા મળ્યાં અનુસાર, જયારે મકાન બનતું હતું તે દરમિયાન સાંઈ દિપ સોસાયટીમાં રહેતા રહીશોએ ઇન્દ્રજીતભાઈને કીધું હતું કે તમે ગેરકાયદેસર રીતે અને સોસાયટીના કોમન પ્લોટમાં મકાન બનાવી રહ્યા છો ત્યાર મકાન માલિકે કોઈની એક ન સાંભંડી અને ખોટી રીતે સોસાયટીના અમુક લોકો સામે ખોટી પોલીસ ફરીયાદો કરી પોતાને સાચો સાબિત કરી પોતાની ખરીદેલી જમીન થી વધુ ૨૨.૧૮. ચો. મી ની જગ્યામાં મકાન બનાવી લીધું હતું ત્યાર બાદ સોસાયટીમાં રહેતા રહીશોએ લેન્ડ ગ્રેબીંગ અને સ્વાગત કાર્યક્રમમાં કેસ કર્યો હતો જેમાં કેસ ચાલી જતાં અને સોસાયટીના તરફેણમાં જવાબ આવતા આજરોજ વહીવટી તંત્ર દ્વારા મકાન તોડવા આવતા ઘર માલિક બીમાર પડી જતાં અને એને સારવાર માટે કોઈ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે ત્યારે ઘરમાં કોઈ પણ સદસ્ય હાજર ન હોય જેને લઈ હાજર અધિકારીઓએ મકાન તોડી પાડવા માટેની કામગીરી ટૂંક સમય માટે સ્થગિત કરવામાં આવી હતી પરંતુ સોસાયટીના રહીશોની માંગ છે કે આ મકાનને તોડી સોસાયટીનો કોમન પ્લોટ ખુલ્લો કરવામાં આવે તેવી લાગણી અને માંગણી અહીંના સ્થાનીકોમાં ઉઠવા પામી છે.
———————