મહેન્દ્ર ચારેલ :- સંજેલી
સંજેલીમા વિધવા સહાય મેળવવા માટે વૃદ્ધ અને વિધવા મહિલાઓના છેલ્લા એક વર્ષથી ધરમધક્કા…
વૃદ્ધ તેમજ વિધવા મહિલાઓને સહાય મેળવવા માટે મામલદાર કચેરીઓના ધરમ ધક્કા વિલા મોઢે પરત ફરવા મજબૂર બન્યા .
1 વર્ષથી રકમ જમા ના થતા વિધવા મહિલાઓ તેમજ વૃદ્ધ લોકોની હાલત કફોડી.
1 વર્ષથી વૃદ્ધ તેમજ વિધવા મહિલાઓને ખાતામાં રકમ જમા ના થતા ભારે હાલાકી પડી રહી..
સંજેલી તા. ૬
સંજેલી તાલુકાની વિધવા મહિલાઓ અને વૃદ્ધ લોકોને સરકાર ની પેન્શન સહાય યોજના ના ખાતાઓમાં છેલ્લા એક વર્ષથી રકમ જમા ના થતા વિધવા મહિલાઓ તેમજ વૃદ્ધ લોકોની હાલત કફોડી બની છે .અને રકમ જમાના થતા તાલુકા ની કચેરીઓ માં ધરમ ધક્કા તેમજ નાણાં ચેક કરવા માટે બેંકોની લાઈનોમાં ઊભા રહી અને વિલા મોઢે પરત ફરવું પડે છે .ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે દિવાળીના તહેવારને ધ્યાન રાખીને નાણા જમા કરાવાય તેવી માંગ ઉઠવા પામી છે .
સંજેલી તાલુકા ની બાવીસ ગ્રામ પંચાયતોમાં સતાવન ગામો આવેલા છે જેમાં 1200 જેટલી વિધવા મહિલાઓ અને 3200 જેટલા વૃદ્ધ લોકો પેન્શન મેળવી રહ્યા છે પરંતુ તંત્ર દ્વારા છેલ્લા એક વર્ષ જેટલા સમયથી સહાય યોજના ના ખાતામાં જાણે મજાક કરી હોય તેમ રકમ જમા કરાવવામાં આવતી નથી જેથી વિધવા મહિલાઓ અને વૃદ્ધ લોકો નું ગુજરાન ચલાવું મુશ્કેલ બન્યું છે . એક તરફ ડિજિટલ ઇન્ડિયા નો જમાનો છે અને રાતોરાત ખાતાઓમાં રકમો જમા થતી હોય છે પરંતુ આ વૃદ્ધ સહાય અને વિધવા સહાયમાં ની રકમ જમા થાય છે કે કેમ તે ખાતા ની તપાસ કે રકમ ઉપાડવા માટે સંજેલી સુધી સમય અને પૈસા નો બગાડ કરી અને લાકડીના સહારે તાલુકાની કચેરીઓ તેમજ બેંકોની કચેરીઓ માં સમય અને પૈસાનો બગાડ કરી ધક્કા ખાવા માટે મજબુર બન્યા છે . ડિજિટલ ઇન્ડિયા ના જમાનામાં વિધવા મહિલાઓ તેમજ લોકો પાસે એન્ડ્રોઇડ મોબાઇલની સુવિધા ના હોવાથી બેંકો દ્વારા ગ્રામ્ય કક્ષાએ ખોલેલા બેંક બીસી પોઇન્ટ માત્ર કાગળ પર હોય તેમ જે તે સ્થળ પર સુવિધા ના અભાવ ને કારણે બેંકો સુધી લાઈનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે .
વધતી જતી મોંઘવારીમાં સહાયરૂપ પેન્શન યોજના ના હપ્તા ની રકમ ના નાણાં ન મળતાં ગુજરાન ચલવવા માં મુશ્કેલી વેઠવી પડી રહી છે જેના કારણે કેટલાક લોકોના ઘરોમાં ચૂલા પણ સળગતા ના હોય કે એક ટક નું ભોજન બનાવી અને આખો દિવસ પસાર કરતા હોય છે અને ટૂંક સમયમાં જ ગણતરીના દિવસોમાં દિવાળીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે આ હપ્તા ની રકમો જમા કરવામાં આવે તેવી વિધવા મહિલા અને વૃદ્ધ લોકોની માંગ ઉઠાવા પામી છે .
છેલ્લા બાર મહિનાથી વિધવા સહાયની રકમ ખાતામાં જમા થઈ નથી :- વનકી બેન કાળુભાઈ,પરમાર સર્માબેન ( વિધવા )
છેલ્લા બાર મહિનાથી વિધવા સહાયની રકમ ખાતામાં જમા થતી નથી આ બાબતે કેવાયસી આધાર સીલીંગ સહિતના ડોક્યુમેન્ટો તાલુકાની કચેરીમાં આપવામાં આવ્યા છે તેમ છતાં પણ હપ્તાની રકમ જમા થતી નથી જેથી ગુજરાત ચલાવું મુશ્કેલ બન્યું છે .
ટેકનિકલ કારણથી વિધવા મહિલાઓનું પેન્શન અટકી ગયું છે. તે દૂર કરાશે :- એમ.બી.રાઠોડ મામલતદાર
વિધવા મહિલાઓને જે પેન્શન તેમના ખાતામાં જમા થતું હતું તે છેલ્લા ઘણા મહિનાથી ટેકનિકલ ખામીને કારણે જમા થતું નથી અને જે હપ્તાની રકમ બાકી છે.તે એક સાથે મહિલાઓના ખાતામાં જમા થઈ જશે આ સંજેલી તાલુકા નહીં પણ આખા દાહોદ જિલ્લામાં અને ગુજરાતમાં સમસ્યા છે .