આદિવાસી ભીલ સમાજ માં થતા ખોટા ખર્ચાઓ ઘટાડવા માર્ગદર્શિકા પુસ્તિક(બુક) વિમોચન સમારોહ બિરસામુંડા સમાજ ભવન દ્વારા કરવામાં આવીયુ. આદિજાતિ વિભાગના કેબિનેટ મંત્રી ડૉ. કુબેરભાઇ ડીંડોરના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પુસ્તક વિમોચન પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શીતલબેન વાઘેલા સહીત જિલ્લાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

Editor Dahod Live
3 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

આદિવાસી ભીલ સમાજ માં થતા ખોટા ખર્ચાઓ ઘટાડવા માર્ગદર્શિકા પુસ્તિક(બુક) વિમોચન સમારોહ બિરસામુંડા સમાજ ભવન દ્વારા કરવામાં આવીયુ.

આદિજાતિ વિભાગના કેબિનેટ મંત્રી ડૉ. કુબેરભાઇ ડીંડોરના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પુસ્તક વિમોચન પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શીતલબેન વાઘેલા સહીત જિલ્લાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

દાહોદ તા. ૧૦

બિરસા મુંડા આદિવાસી સમાજ ભવન દાહોદ ખાતે આજ તારીખ 10/09/2023 રવિવારના રોજ બિરસા ભવન અને સૂચિત ભીલ સમાજ પંચ દ્વારા દાહોદ, પંચમહાલ અને મહીસાગર જિલ્લામાં વસવાટ કરતા ભીલ સમુદાય માટે “ભીલ સમાજ બંધારણ ” પુસ્તકનું વિમોચન રાજય સરકારના શિક્ષણ અને આદિજાતિ વિભાગના કેબિનેટ મંત્રી ડૉ. કુબેરભાઇ ડીંડોરના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પુસ્તક વિમોચન પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શીતલબેન વાઘેલા સહીત જિલ્લાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પ્રારંભમાં મહાનુભાવો દ્વારા ક્રાંતિવીર બિરસા મુંડાની પ્રતિમાને હાર પહેરાવીને દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યુ હતું. કાલી મહુડી પ્રાથમિક શાળાની બહેનોએ સ્વાગત ગીત રજૂ કર્યુ હતુ. બિરસા સાર્વજનિક ટ્રસ્ટના મંત્રી સી.આર. સંગાડાએ શાબ્દિક સ્વાગત કર્યુ હતુ. મહેમાનોનું પુષ્પગુચ્છ અને પેન,પેન્સિલ, નોટબુક અર્પણ કરીને સ્વાગત કરવામાં આવ્યુ હતુ. ભવનના કન્વીનર આર. એસ.પારગીએ ભીલ સમાજ બંધારણ પુસ્તકમાં આવરી લેવામાં આવેલ જન્મ, લગ્ન, મૃત્યુ સુધીના તમામ રીત રિવાજો અને તેમાં ખર્ચો ઘટાડવા અંગેની માર્ગદર્શિકા અંગે વિગતવાર ચર્ચા કરી હતી. ભવનના કાર્યકરી અધ્યક્ષ ડૉ. અનિલભાઈ બારીયાએ દાહોદ ભવનની સમાજલક્ષી વિવિધ પ્રવૃતિઓ અંગે જાણકારી આપી હતી. મંત્રી ડૉ. કુબેરભાઇ ડીંડોરે પ્રાસંગિક ઉદબોધનમાં ત્રણે જિલ્લાના નાગરિકોને પુસ્તકમાં દર્શાવેલ માર્ગદર્શિકા અનુસરીને સામાજિક ખોટા ખર્ચાઓ ઘટાડવા માટે આહવાન કર્યુ હતુ. સામાજિક લગ્નો સહિતના પ્રસંગો સાદાઈથી ઊજવીને પૈસાનો ઉપયોગ શિક્ષણ, સ્વાસ્થ્ય અને રોજગાર માટે કરવા જણાવ્યું હતુ. સમૂહ લગ્નો ગોઠવવા જણાવ્યુ હતુ. ભવન દ્વારા હાલ આ સમાજ બંધારણની પાંચ હજાર કોપીઓ પ્રથમ આવૃત્તિમાં પ્રિન્ટ કરવામાં આવી છે. દાહોદ, પંચમહાલ, મહિસાગરના સાત સો જેટલા ગામોમાં બંધારણની કોપીઓ પહોંચાડવામાં આવશે. લગ્ન ખર્ચમાં ઘટાડો કરવા માટે ગામે ગામ જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવશે.

આદિવાસી સાર્વજનિક ટ્રસ્ટ દાહોદના ટ્રસ્ટીઓ

 ડોક્ટર કે આર ડામોર મેનેજિંગ ટ્રસ્ટી, સી આર સંગાડા – મંત્રી, ડોક્ટર અનિલ બારીયા – કાર્યકારી અધ્યક્ષ, જાગૃતીબેન આર પારગી – ઉપપ્રમુખ, નયન ખપેડ – ઉપપ્રમુખ, રાજેશ ભાભોર – સહમંત્રી, અતુલ બારીયા – સહમંત્રી, દિનેશ બારીયા – ખજાનચી, ચિંતન કે તાવીયાડ – સ્થાનિક ઓડીટર, રાજેશ વાય વસાવે પત્રકાર – કન્વીનર, તેમજ વિનોદભાઈ ડામોર ડી સી એફ, એફ બી વોહનિયા એકઉન્ટ ઓફિસર, પ્રૉ. હરીપરસાદ કામોળ, પ્રૉ. ગૌતમ સંગાડા, પ્રૉ. રાજુભાઈ ભુરીયા, ગોપાલભાઈ ધાનકા દ્વાર બિરસા મુંડા ટ્રસ્ટની કામગિરીથી પ્રભાવિત થઇ ૨૧૦૦૦ નું દાન આપીયુ હતું,

અંતમાં આભાર દર્શન જિલ્લા શિક્ષણાધિકારી સુરેશભાઈ મેડાએ કર્યુ હતુ. આભાર દર્શન દરમિયાન તેઓએ ભીલી લોક ગીત ગાઈને સૌનો આભાર માન્યો હતો. આ પ્રસંગે બિરસા સાર્વજનિક ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓ, ભવન મેનેજમેન્ટ ટીમના સભ્યો, સૂચિત ભીલ સમાજ પંચના સભ્યો, હોદ્દેદારો, અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 

Share This Article