Thursday, 26/12/2024
Dark Mode

પ્રમુખ ઉપપ્રમુખના મેન્ડેડ આવે તે પહેલા જ ખજૂરાહોવાળી?બળવાના એંધાણ,આંતરિક જુથબંદી છતી થઈ..  દાહોદ-ઝાલોદ તાલુકા પંચાયતના સદસ્યો અંડરગ્રાઉન્ડ થતા રાજકારણમાં ખળભળાટ…

September 10, 2023
        2224
પ્રમુખ ઉપપ્રમુખના મેન્ડેડ આવે તે પહેલા જ ખજૂરાહોવાળી?બળવાના એંધાણ,આંતરિક જુથબંદી છતી થઈ..    દાહોદ-ઝાલોદ તાલુકા પંચાયતના સદસ્યો અંડરગ્રાઉન્ડ થતા રાજકારણમાં ખળભળાટ…

પ્રમુખ ઉપપ્રમુખના મેન્ડેડ આવે તે પહેલા જ ખજૂરાહોવાળી?બળવાના એંધાણ,આંતરિક જુથબંદી છતી થઈ..

 દાહોદ-ઝાલોદ તાલુકા પંચાયતના સદસ્યો અંડરગ્રાઉન્ડ થતા રાજકારણમાં ખળભળાટ…

 ચુસ્તપણેનો રિપીટની થીયરી અને પાર્લામેન્ટરી બોર્ડમાં નામો નક્કી થતા પદવાંછુંકોએ ખજૂરાહોવાળી કરી…?

દાહોદ તા.08

દાહોદ જિલ્લાની તાલુકા પંચાયતો જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ સહિતના મહત્વના પદો માટે ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મહત્વના પદો માટે ભારે ખેંચતાણ જોવા મળી રહી છે ત્યારે તાજેતરમાં નિરીક્ષકોની હાજરીમાં દાવેદારોએ પોતાના દાવાઓ રજૂ કર્યા હતા ત્યારે ગતરોજ જિલ્લા સંકલનની બેઠક બાદ ગાંધીનગર ખાતે મંત્રીના બંગલે યોજાયેલી પાર્લામેન્ટરી બેઠક બાદ ઉપરોક્ત મહત્વના પદો માટેના નામો નક્કી થઈ જવા પામ્યા છે તેમજ આ વખતે સી આર પાટીલની ગાઈડલાઈન મુજબ ચુસ્તપણે નો રિપીટની થીયરી અપનાવવાની હોવાથી સમય પારખી ગયેલા પદવાંછુકો અથવા દાવેદારો દ્વારા ખજૂરાહો વાલી સ્થિતિનું નિર્માણ કરવામાં આવ્યું છે દાહોદ તાલુકા પંચાયતના 20 થી વધુ તાલુકા સભ્યો તેમજ ઝાલોદ તાલુકા પંચાયતના 15 જેટલાં સદસ્યો પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી પહેલા સહેલગાહે અથવા ભુગર્ભમાં ઉતરી ગયા ની ચર્ચાઓ ઉઠવા પામી છે. જેના પગલે ભાજપની આંતરિક જૂથ બંદી હોવાનું પણ સામે આવી રહ્યું છે આ પહેલા દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં અગ્રણીઓના આગામી અઢી વર્ષ માટે નામો નક્કી કરવા માટે શુક્રવારે પાર્લામેન્ટરી બોર્ડનું તેડું આવ્યું હતું જે બાદ ગાંધીનગર ગયેલા જિલ્લાના અગ્રણીઓ ત્રણ સંસ્થાના પ્રમુખ ઉપપ્રમુખ સહિતના મહત્વના હોદ્દાના નામો નક્કી કરવા માટે મંત્રી બચુભાઈ ખાબડ ના બંગલે સંકલન બેઠક યોજાઈ હતી અને તેમાં નામો નક્કી કરી પાર્લામેન્ટ્રી બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા જેમાં વિવિધ પાસાઓને ધ્યાને લઈ મહત્વના હોદ્દાઓ માટેના નામોને મંજૂરીની મહોર મારી દેવા હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે રાજકીય ક્ષેત્રે ખાસ કરીને દાવેદારોમાં ભારે ઉચવાટ જોવા મળ્યો હતો ત્યારે પાર્લામેન્ટરી બેઠકમાં કોના નામો નક્કી થશે તેની કાગડોળે રાહ જોવાતી હતી તેવા સંજોગોમાં ચુસ્ત રીતે નો રીપીટ થિયરીની વાતો આવતા ભાજપમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો પોતાનું મેન્ડેડ કપાશે તેવો દેશો આવતા કેટલાક ઉમેદવારી વાંછુઓ અથવા રીપીટ થવા માંગતા પધાઅધિકારી અન્ય સદસ્યોને લઈ ખજુરાહો વાલી કરવા બહાર નીકળી જતા આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળેલ છે મળતી માહિતી અનુસાર 38 સભ્યોનું સંખ્યાબળ ધરાવતી દાહોદ તાલુકા પંચાયત માંથી એક તાલુકા પંચાયત સદસ્યને ત્રણ બાળકો હોવાથી તેઓને સસ્પેન્ડ કરાતા 37 નું સંખ્યા બળ રહ્યું છે.જેમાં 20 ભાજપના 6 કોંગ્રેસના અને એક અપક્ષનો સમાવેશ થાય છે આ સદસ્યો પૈકી 20 જેટલા સદસ્યો પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી સહેલગાહે અથવા ભુગર્ભમાં ઉતરી જવા પામ્યા છે. જયારે 38 સદસ્યોની સંખ્યા ધરાવતી ઝાલોદ તાલુકા પંચાયતમાં બે સભ્યોનું મરણ થતાં 36 સદસ્યોનું સંખ્યાબળ રહેલું છે તેમાંથી પણ ભાજપ કોંગ્રેસના 15 થી વધુ સદસ્યો પણ ચૂંટણી પહેલા ખજુરાહો વાળી સ્ટાઇલમાં અંડર ગ્રાઉન્ડ ગયાની વાતો વહેતી થઈ છે. ત્યારે આગામી મહત્વના પદો માટેની ચૂંટણીઓમાં ભાજપમાં બળવાઓ થવાના એંધાણ વરતાઈ રહ્યા છે તેમજ આંતરિક જૂથ બંદી પણ જમીન ઉપર જોવા મળી રહી છે ત્યારે આગામી પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં એવો સિનારીયો જોવા મળશે તે તો આવનાર સમયે જ બતાવશે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!