Thursday, 21/11/2024
Dark Mode

દાહોદ:કોરોના પોઝીટીવ કેસના પગલે શહેરના “જુના વણકરવાસ”ને કંટેઇન્મેન્ટ એરિયા તેમજ “કસ્બા” વિસ્તારને બફરઝોન જાહેર કરાયો

દાહોદ:કોરોના પોઝીટીવ કેસના પગલે શહેરના “જુના વણકરવાસ”ને કંટેઇન્મેન્ટ એરિયા તેમજ “કસ્બા” વિસ્તારને બફરઝોન જાહેર કરાયો

દાહોદ ડેસ્ક….

દાહોદ તા.03

દાહોદ શહેરના કસ્બા વિસ્તારના જુના વણકરવાસમાં રહેતા 44 વર્ષીય સરફરાઝ જાફર કુરેશીનો રિપોર્ટ પોઝીટીવ આવતા તંત્ર ચોંકી ઉઠ્યું હતું.ત્યારે જિલ્લા સમાહર્તાશ્રીએ કોરોના સંક્રમણને નાથવા સાવચેતીના ભાગરૂપે જુના વણકરવાસને કંટેઇન્મેન્ટ એરિયા તેમજ સમગ્ર કસ્બા વિસ્તારને બફરઝોન જાહેર કરવામાં આવ્યો છે.નગરપાલિકા દ્વારા આ બન્ને વિસ્તારોમાં સૅનેટાઇઝેશન તેમજ દવાનો છટકાવની કામગીરી કરવામાં આવી રહી છે.
કોરોના સંક્રમણને અટકાવવા લોક ડાઉનની સ્થિતિ ચાલી રહી છે જેમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા લોકોએ પોતાના ઘરમાં સુરક્ષિત રહેવાની તંત્ર દ્વારા વારંવાર સૂચના આપવામાં આવી રહી છે.છતાં કેટલાક લોકો સૂચનાનો અમલ કરતા ન હોવાનું જણાઇ રહ્યું છે શહેરના જુના વણકરવાસના રહેવાસી સરફરાઝ જાફર કુરેશી પોતાના પરિવારના સભ્યો સાથે ગત.તા.20મી માર્ચના રોજ મધ્ય પ્રદેશના નિમચ ખાતે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયો હતો.ત્યારબાદ લોકડાઉન અમલમાં આવ્યું હતું પરંતુ તાજેતરમાં તા. 29 મી એપ્રિલના રોજ સવારે 11 વાગ્યે મેડિકલ ઇમર્જન્સીનું કારણ ધરી તેઓ પરત દાહોદ આવ્યા હતા.ત્યારબાદ આરોગ્ય વિભાગ દ્વારા 30 મી એપ્રિલના રોજ તેમના પરિવારના બે સેમ્પલો પરીક્ષણમાં મોકલતા તેમાંથી સરફરાઝ કુરેશી કોરોનાગ્રસ્ત હોવાનું ઘસ્ફોટક થતાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.આરોગ્ય વિભાગ દ્વારા તેમના પરિવારના 10 લોકોને કોરોનટાઇન સેન્ટરમાં મોકલી આસપાસ ના વિસ્તારોમાં સૅનેટાઇઝેશન તેમજ દવાનો છટકાવ શરૂ કરી દેવામાં આવ્યો હતો.કોરોના પોઝીટીવ કેસ દાહોદ શહેરમાં આવતા લોકોમાં એક પ્રકારનો ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.ત્યારે ગીચ વસ્તી ઘરાવતા કસ્બા તેમજ વણકરવાસમાં કોરોના સંક્રમણ સ્પ્રેડના થાય તેની સાવચેતીના ભાગરૂપે જિલ્લા સમાહર્તાશ્રીએ મોડી સાંજે જુના વણકરને કંટેઇન્મેન્ટ એરિયા તેમજ સમગ્ર કસ્બા વિસ્તારને બફર ઝોન જાહેર કરી દીધો હતો. આ બન્ને વિસ્તારોમાં આવશ્યક સેવાઓના પુરવઠા સંબંધિત અવરજવર માટે માત્ર એક જ માર્ગ ખુલ્લો રાખવાનો રહેશે તેમ જ આવશ્યક ચીજવસ્તુઓની ખરીદી માટે સવારના ૭થી ૧૧ મુક્તિ આપવામાં આવશે તેઓ જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતુ. નિયમનું ઉલ્લંઘન કરનાર સામે જાહેરનામાનો ભંગ કલમ 188 મુજબ કાર્યવાહી કરાશે.

error: Content is protected !!