દાહોદ નજીક રાછરડા ગામે ધમધમતા જુગારધામ પર LCB નો છાપો:12 ખેલીઓ 5.56 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા…

Editor Dahod Live
3 Min Read

વિનોદ પંચાલ :- દાહોદ 

દાહોદ નજીક રાછરડા ગામે ધમધમતા જુગારધામ પર LCB નો છાપો:12 ખેલીઓ 5.56 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા…

LCB પોલીસે 11 મોબાઈલ તેમજ 7 મોટર સાઇકલ જપ્ત કરી…

દાહોદ તા.૨૪

Deep Homeo & Skin Care Clinic

Dr. Hiral shah (B.H.M.S,FMC ) Certified counsellor

(1) શું આપ વારંવાર પથરીની બીમારીથી પીડિત છો..?

(2) શું આપ ચામડીના રોગોથી કંટાળી ગયા છો.?

(3)શું આપ વાળની સમસ્યાઓથી ચિંતિત છો..?

તો આજે જ અમારા ક્લિનિકની મુલાકાત લો જ્યાં આપને ચામડીના રોગો સબંધિત વિવિધ સમસ્યાઓનો સચોટ અને સરળ ઉપચાર મળશે.

એટલું જ નહિ..શ્વસન તંત્ર, પાચન તંત્ર,સ્ત્રી રોગ,માનસિક રોગ,બાળ રોગ,તથા હાડકાના રોગ* સહિતની બીમારીઓનું આધુનિક ટેકનોલોજીની સાથે સચોટ ઉપચારની ગેરન્ટી.. તો રાહ શેની જુઓ છો. આજે જ સંપર્ક કરો…

Dr. Hiral shah (B.H.M.S, FMC )

Mo.9879248254

નવકાર વાઁચ કાંની ઉપર રામા હોટલ પાસે ઝાલોદ રોડ,દાહોદ

દાહોદ એલ.સી.બી. પોલિસે દાહોદ તાલુકાના રાછરડા ગામે હોળી ફળિયામાં એક રહેણાંક મકાનમાં મોટા પાયે રમાતા શ્રાવણીયા જુગાર પર ગતરાતે ઓચિંતો છાપો મારી જુગાર રમી રહેલા ૧૨ જણાને પકડી પાડ્યા હતા જ્યારે જે વ્યક્તિ પોતાના મકાનમાં સૌને ભેગા કરી જુગાર રમાડી રહ્યો હતો તે નાસી ગયો હતો પોલિસે સ્થળ પરથી રોડ, ૧૨ મોબાઈલ ફોન તથા ૭ જેટલી મોટર સાયકલો, પત્તાની કેટ મળી રૂા. ૫,૫૬,૯૦૦નો મુદ્દામાલ ઝડપી પાડી કબજે લીધાનું જાણવા મળ્યું છે.

રાછરડા ગામે હોળી ફળિયામાં રહેતા પ્રકાશભાઈ રાજીયાભાઈ બબેરીયા બહારના માણસોને બોલાવી પોતાના રહેણાંક મકાનમાં શ્રાવણીયો જુગાર રમાડતો હોવાની બાતમી દાહોદ એલસીબી પી.આઈ.કે.ડી. ડીંડોરને મળતા જે બાતમીના આધારે દાહોદ એલસીબી પી.એસ.આઈ જે.બી.ધનેશા તથા તેમના સ્ટાફના પોલિસ કર્મીઓની ટીમે બાતમીમાં દર્શાવેલ પ્રકાશભાઈ રાજીયાભાઈ બબેરીયાના રહેણાંક મકાનમાં રમાતા શ્રાવણીયા જુગાર પર ગતરાતના સવા દશ વાગ્યાના સુમારે ઓચિંતો છાપો મારતા જુગાર રમી રહેલા રાછરડા હોળી ફળિયાના મનુભાઈ રાજીયાભાઈ બબેરીયા, ટીમરડા ગામતળના મેહુલભાઈ કાંતીભાઈ ભરપોડા, ઉમેદસિંહ રૂપસિંહ ધાનકી, રાછરડા ગામતળના ચંદનભાઈ લક્ષ્મણભાઈ નીમચીયા, સુરેન્દ્રસિંહ ઉદેસિંહ કઠાલીયા, ઓમપ્રકાશ મનહરભાઈ દરજી, દિપકભાઈ બાબુભાઈ પડવાલ, ટીમરડા ગામતળના ગીરીશભાઈ ઉર્ફે ગુમાભાઈ મનુભાઈ ખચ્ચર, રાછરડા ગામતળના અક્ષયભાઈ સુરેન્દ્રસિંહ હાડા, ટીમાલા ગામતળના કમલેશભાઈ સુરેન્દ્રસિંહ બાકલીયા, હીમાલા બસ સ્ટેશન પાસે રહેતા મહેન્દ્રસિંહ દીલીપસિંહ બેરાવત તથા હિમાલા ગામતળના પ્રિતમકુમાર ભારતસિંહ દાતલાને ઝડપી પાડી તેઓની અંગઝડતી લઈ ૯૧,૬૦૦ની કિંમતની ચલણી નોટો, દાવ પરથી રૂા. ૧૪,૮૦૦ તથા પકડાયેલ ઉપરોક્ત બારે જણા પાસેથી રૂા. ૧,૨૦,૫૦૦ની કુલ કિંમતના ૧૨ મોબાઈલ ફોન, પત્તાની કેટ નંગ-૨, તેમજ રૂા. ૩,૩૦,૦૦૦ની કુલ કિંમતની સાત જેટલી મોટર સાયકલ મળી કુલ રૂપિયા ૫,૫૬,૯૦૦નો મુદ્દામાલ પકડી પાડી કબજે લીધો હતો જ્યારે પોલિસની રેડ સમયે પોતાના મકાનમાં જુગાર રમાડનાર પ્રકાશભાઈ રાજીયાભાઈ બબેરીયા સમય સુચકતા વાપરી પોલિસને ચકમો આપી નાસી ગયો હતો.

પોલિસે પકડાયેલા ૧૨ જેટલા આરોપીઓ તથા મુદ્દામાલ કતવારા પોલિસને સુપરત કરતા કતવારા પોલિસે આ મામલે જુગારનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

—————–

Share This Article