બાબુ સોલંકી સુખસર
ફતેપુરા તાલુકાના સુખસરમાં જાતિવાચક અપ શબ્દો બોલતાં બે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરાયો
સુખસરના આદિવાસી સમાજના યુવાનને આફવાના લબાના સમાજના બે યુવાનોએ નાણાંની લેવડ-દેવડ માટે બોલાચાલી કરી મારામારી કરી હતી.
( પ્રતિનિધિ ). સુખસર,તા.13
ફતેપુરા તાલુકાના સુખસરમાં શનિવારના રોજ સુખસરના સંગાડા ફળિયાના એક યુવાન પાસે નાણાંની લેવડ-દેવડ બાબતે આફવાના લબાના સમાજના બે યુવાનોએ બોલાચાલી તકરાર કરી જાતિવાચક શબ્દો બોલતા અને મારામારી કરતાં તેની સુખસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા બે આરોપીઓની વિરુદ્ધમાં કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના સુખસરના સંગાડા ફળિયા ખાતે રહેતા જીગરભાઈ નારસીગ ભાઈ સંગાડા ના ઓને શનિવારના રોજ આફવાના પંકજભાઈ ચીમનભાઈ લબાના એ મોબાઇલ ફોન કરી જણાવેલ કે,જીગર તું ક્યાં છે,તારું કામ છે તું આસપુર ચોકડી ઉપર આવ હું આસપુર ચોકડી પર ઉભો છું તેમ કહેતા જીગર સંગાડાએ કહેલ કે મારે કામ છે.હું થોડીવાર પછી આવું છું.તેમ કહેતા પંકજ લબાના એ કહેલ કે, લુખ્ખા તું અત્યારે આવ.હાલ તું ક્યાં છે ?તેમ કહી ફોન કટ કરતા જીગર સંગાડા ઘરેથી એકટીવા લઈ આસપુર ચોકડી ઉપર આવેલ.જ્યાં પંકજ લબાના ચોકડી ઉપર ઉભેલ હતો.જેથી જીગર સંગાડા એ રોડની સાઈડમાં એકટીવા બાજુ ઉપર મૂકી પંકજ લબાના પાસે જતા જણાવેલ કે તું મારા હાથ ઉછીના આપેલા પૈસા કેમ આપતો નથી લુખ્ખા? તેમ કહેતાં જીગર સંગાડાએ કહેલ કે,પંકજભાઈ હું લુખ્ખો નથી.અને તમારા પૈસા હું તમને આપી દઈશ.તેમ કહેતા તે એકદમ ઉસ્કેરાઈ જઈ કહેવા લાગેલ કે,તું ભીલડા મારા પૈસા લઈ ગયો ત્યારથી આપવાનું નામ જ લેતો નથી.ભીલડા તને તો હું જીવતો નહીં છોડું તેમ કહી જીગર સંગાડાના ગળામાં પકડી લીધેલ. જેથી જીગર સંગાડાએ બૂમાબુમ કરી કહેલ કે,પંકજભાઈ તમો મારી જાતિ ઉપર ના બોલો તેમ કહેતા વધુ ઉશ્કેરાઈ ભીલડા મારી સામે બોલે છે?તેમ કહી જીગર સંગાડાને જાતિવાચક શબ્દ ઉચ્ચારી અપમાનિત કરતા ભીલડા શબ્દ બોલવાનું ના પાડતા પંકજ લબાના વધુ ઉશ્કેરાઇ ગયો હતો.અને શર્ટનો કોલર પકડી ગાળો બોલી ખેંચીને ધક્કો મારી નીચે પાડી દીધેલ.તેવામાં તેની સાથે આવેલ તેનો ભાઈ નિલેશભાઈ ચીમનભાઈ લબાના નાઓ દોડી આવી જણાવતો હતો કે,તું ભીલડા મારા ભાઈ પંકજ સાથે ઝઘડો કરનાર કોણ છે?તેમ કહી મા-બેન સમાણી ગાળો બોલી દોડી આવતા જીગર સંગાડા ઉભો થઈ બચાવો.. બચાવો ની બૂમો પડવા લાગેલ.જેથી આસપાસ માંથી લોકોએ દોડી આવી આ બંને આરોપીઓની વધુ માર માંથી જીગર સંગાડાને બચાવી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.
ઉપરોક્ત બાબતે સુખસર સંગાડા ફળિયાના જીગરભાઈ નારસિંગભાઈ સંગાડાના ઓએ સુખસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે પંકજભાઈ ચીમનભાઈ લબાના તથા નિલેશભાઈ ચીમનભાઈ લબાના નાઓની વિરુદ્ધમાં મારામારી,જાતિવાચક શબ્દોનું ઉચ્ચારણ,જાનથી મારી નાખવાની ધમકી તથા એકબીજાની મદદગારી સંબંધે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.