
દાહોદ મામલતદારને ભીલ પ્રદેશ મુક્તિ મોર્ચાએ અલગ ભીલ પ્રદેશની માંગ સાથે આવેદન આપ્યું
દાહોદ તા. 18
રાજસ્થાન મધ્યપ્રદેશ અને ગુજરાત આ ચાર રાજ્યોમાં વસવાટ કરતા આદિવાસી સમાજના લોકોને અલગ રાજ્ય કરી આપવાની માંગ સાથે છેલ્લા પાંચ વર્ષોથી માંગ કરવામાં આવી રહી છે જેમાં દર વર્ષે દાહોદ જિલ્લા આદિવાસી સમાજ તેમજ અલગ અલગ રાજ્યોના પ્રાંત મામલતદાર કલેક્ટર જેવા અધિકારીઓને આવેદન આપી આદિવાસી સમાજ તરફી માંગ કરવામાં આવી રહી છે જેમાં ભીલ પ્રદેશની અલગ મામલે તેમને જણાવ્યું હતુંકે પ્રકૃતિ ની પૂજા કરવા માટે તેમજ રૂઢિ પરંપરાઓ ઉજવવા માટે તેમજ આદિવાસી સમાજની સંસ્કૃતિ બચાવવા માટે અલગ ભીલ પ્રદેશની માંગ કરવામાં આવે છે તેને લઈને આજરોજ 18 મી જુલાઈના રોજ ભીલ પ્રદેશ મુક્તિ મોર્ચા દ્રારા દાહોદની ગડી ફોર્ટ કચેરી ખાતે મામલતદારને રાષ્ટ્રપતી રાજ્યપાલ અને વડાપ્રધાનને સંબોધતું આવેદન આપી ભીલ પ્રદેશની માંગણી સાથેની પ્રતિક્રિયાઓ પણ આપવામાં આવી હતી