
જીગ્નેશ બારીયા @ દાહોદ, વિપુલ જોષી @ ગરબાડા
દાહોદ તા.૧૨
હાલ છેલ્લા કેટલાક દિવસોથી દાહોદ શહેર સહિત તાલુકામાં કેટલાક ચોક્કસ તત્વો દ્વારા સોશીયલ મીડીયામાં ચોર આવ્યા,ચોર આવ્યા,વિગેરે મેસેજા ફોરવર્ડ કરતાં આ મેસેજા અન્ય ગ્રૃપોમાં પણ ચાલી જતાં લોકોમાં પેનીક ફેલાયો હતો અને દાહોદની જાહેર જનતા દ્વારા પોતપોતાના વિસ્તારોની રખેવાળી કરતાં જોવા મળી રહ્યા હતા. આવા સંદર્ભે ખોટી અફવાઓથી લોકો હેરાન પરેશાન પણ જોવાતા હતા.લોકો ઘરની બહાર નીકળી રસ્તા પર ઉતરી આવતા હતા.આ સમગ્ર મામલે દાહોદ જિલ્લા પોલીસ વડા દ્વારા આજરોજ જાહેર જનતાને અપીલ કરી આવી કોઈ ઘટના બની નથી.અને એક – બે જે ચોરીની ઘટના બની છે.તે ઘટનામાં લોકલાઈઝ ઈસમો દ્વારા ચોરીને અંજામ આપવામાં આવ્યા હોવાની સઘળી હકીકત સાથે લોકોને બીજી આવી કોઈ અફવા તરફ ધ્યાન ન દોરવા અપીલ કરવામાં આવી હતી. બીજી તરફ સોશીયલ મીડીયામાં આવી અફવા ફેલાવી લોકોમાં ભય પેદા કરતાં પાંચ જેટલા ઈસમો વિરૂધ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી તેઓની અટક કરી છે.
તાજેતરમાં દાહોદ જિલ્લામાં વોટ્સએપ દ્વારા મેસેજ વાયરલ થયેલ કે, પાંચ મિનીટ કાઢીને એકબીજાને આ મેસેજ શેર કરી, આ મેસેજ ખોટો નથી, આ મેસેજ મદદ કરે એવાને પહોંચાડવા વિનંતી, જાગતા રહેજા ભાઈઓ, અત્યારે ઘરોમાં ચોર આવે છે. તા.૧૦.૦૪.૨૦૨૦ ના રોજ ચોર આવ્યા હતા એ ઘણા ગામમાં બે – બે આઈસર લ ઈને ૨૦૦ – ૩૦૦ જણા આવે છે. તેઓ જાલત,ગમલા, દશલા, ગમલા, રાબડીયા, લીલર, વણભોરી, કતવારા, ચંદવાણા, તરવાડીયા, ભીટોડી, સીમલીયા, લછેલી, આગાવાડા, રાતીગાર, કઠલા, વડબારા, ખંગેલા, ઈંટાવા, લીમડાબરા, ઉચવાણીયા, ગંદીખેડા, ટીમરડા, નીમચ તેમજ ઘણા બધા ગામડાઓમાં ચોર આવી ચુક્યા છે. હવે બધા ભાઈઓને વિનંતી છે કે, રાત્રે જાગો અને દિવસમાં સુઈ જાઓ જય હિન્દી જય ભારત અને સાથે સાથે જય જાહર લખેલ છે. તેઓ પ્રજામાં ભય અને ખોટી અફવા તથા ભય ફલાવેલ હોય, જે મતલબનો વાયરલ મેસેજ પોલીસ અધિક્ષક હિતેશ જાયસર, દાહોદનાઓના ધ્યાને આવતા એલ.સી.બી., પો.ઈન્સ.બી.ડી.શાહ નાઓને આ વાયરલ મેસેજ બાબતે ખરાઈ કરી હતી અને વાયરલ મેસેજ કરનાર ઈસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આજરોજ એલ.સી.બી.ના પો.ઈન્સ.બી.ડી.શાહ તથા પો.સ.ઈ. પી.એમ.મકવાણા તથા એલ.સી.બી.સ્ટાફની જુદી – જુદી ટીમો બનાવી ખોટા મેસેજ વાયરલ બાબતે સઘન તપાસ હાથ ધરી હતી. આ ખોટી અફવા ફેલાવતો મેસેજ વોટ્સએપ ગ્રૃપમાં વાયરલ કરનાર અજય વીરસીંગ ભુરીયા (રહે.પાટીયા, તા.ગરબાડા) નાઓને તેમના મિત્ર અલ્પેશ ઝીથરાભાઈ ભુરીયા (રહે.પાટીયા), નાઓને આ ખોટી અફવા ફેલાવતો મેસેજ વાયરલ કર્યાે હતો અને અલ્પેશ તેના મિત્ર રાજુભાઈ જવલાભાઈ ભુરીયા (રહે.પાટીયા) ને કર્યાે હતો અને રાજુએ તેના મિત્ર વિપુલકુમાર કાળુભાઈ દેવધા (રહે.દેવધા,તા.ગરબાડા) એક ગ્રૃપમાં ફોરવર્ડ કર્યાે હતો અને આ ગ્રૃપના એડમીન પ્રિતેશ મનસુખભાઈ ખપેડ (રહે.પાટીયા) એમ કુલ પાંચ ઈસમોએ ખોટી અફવા ફેલાવતો મેસેજ વાયરલ કરતાં દાહોદ શહેર તેમજ આજુબાજુના વિસ્તારમાં અફરા તફરીનો માહોલ ફેલાઈ ગયો હતો. જેથી ઉપરોક્ત પાંચેય ઈસમો વિરૂધ્ધ પોલીસે ગુનો નોંધી અટકાયતી પગલાં લીધા હતા.
ચોર આવ્યાની વાત માત્ર અફવા છે.લોકડાઉનમાં બે ચોરીના બનાવોને જાણભેદુએ અંજામ આપ્યો
પોલીસ પાસેથી મળતી પ્રાપ્ત વિગતો અનુસાર, દાહોદમાં એક – બે ચોરીના બનાવો સામે આવ્યા છે પરંતુ તે લુંટના બનાવ નથી. એક બનાવમાંથી પોલીસે મુદ્દામાલ પણ રીકવર કરેલ છે. આરોપીની ધરપકડ પણ કરેલ છે. અને બંન્ને જગ્યાએ ચોરીના બનાવ બન્યા છે ત્યા કોઈક નજીકનો જ માણસ, ઘર બંન્ને બંધ હતા ત્યાં જ આવા પ્રકારના બનાવો બનેલ છે.
લોકડાઉનમાં ઘરથી બહાર નીકળશો તો જાહેરનામાં ભંગની ફરિયાદ નોંધાશે :-જિલ્લા પોલીસવડા હિતેશ જોયસર
હવેથી અફવા ફેલાવનારા તથા રાત્રીના સમયે ઘરની બહાર, સોસાયટીની બહાર તેમજ ગલી મહોલ્લા બહાર ટોળે ટોળા વળતાં તત્વોની ખેર નથી. પોલીસ દ્વારા જાહેર જનતાને જણાવ્યું છે કે, લોકો પોતપોતાના ઘરમાંજ રહે. ખોટી અફવાઓ તરફ ધ્યાન ન આપવુ, લોકો પોતાના ઘરમાં જ રહે. લોકડાઉનનું ઉલ્લઘન ન કરે. આજથી ચુસ્ત પેટ્રોલીંગ પણ કરી દેવામાં આવ્યું છે. જાહેરનામાના ભંગ કરતાં તત્વો સામે તેમજ લોકડાઉનનું ઉલ્લંઘન કરતાં ઈસમો વિરૂધ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર હોવાનુ પોલીસ સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.
શહેરીજનો લોકડાઉનનું ચુસ્તપણે પાલન નહિ તો કોરોના સામેની જંગમાં વહીવટી તંત્રની મહેનત પર પાણી ફરી વળશે
અત્યાર સુધી પોલીસે તેમજ પ્રશાસને કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા રાત દિવસ જે પ્રયાસો કર્યા છે. આવી અફવાઓના સમયે લોકો જાતે પોતાના ઘરની બહાર નીકળી ટોળેટોળાની પરિસ્થતી ઉભી કરી રહ્યા છે.જેનાથી કોરોના વાયરસનો ખતરો વધી રહ્યો છે. માટે પોલીસ પ્રશાનને ઘરમાં જ રહી સાથ સહકાર આપી કોરોના વાયરસ સામે લડત આપવા જાહેર જનતાને અપીલ પણ કરવામાં આવી છે. જાતે લોકડાઉનનું ઉલ્લંઘ અને જાહેરનામાનો ભંગ કરવામાં આવશે તો અત્યાર સુધીની વહીવટી તંત્ર તેમજ પોલીસ તંત્રની તમામ મહેનત પર પાણી ફરી જશે. માટે ઘરમાં જ રહો સુરક્ષિત રહો.
અફવાબજારની વચ્ચે ચોર સમજી બે નિર્દોષ લોકો પર હિંસા :10 લોકો પર નામજોગ ફરિયાદ નોંધાઈ
કેટલાક વિસ્તારોમાં ગતરોજ રાત્રીના સમયે બે નિર્દાેષ લોકોને માર મારવામાં આવ્યો હતો. પોલીસ તંત્ર દ્વારા આ દિશામાં પણ તપાસ કરી ૧૦ ઈસમો વિરૂધ્ધ નામજાગ ફરિયાદ નોંધી ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.
લોકડાઉનમાં
પોલિસ તેમજ વહીવટીતંત્રને સહકાર આપે ઘરમાં રહી અફવાઓ પર ધ્યાન ન આપે :શોશ્યલ મીડિયા પર પોલિસતંત્રની બાજનજર
દાહોદ જિલ્લા પોલીસ પ્રશાસન દ્વારા જાહેર જનતાને ખાસ અપીલ કરવામાં આવી છે કે, આવી કોઈ અફવાઓ તરફ ધ્યાન ન આપે. એકજુથ થઈ કોરોનાવાયરસ સામે ઘરમાંજ બેસી, સુરક્ષિત રહી, પ્રશાશનને મદદરૂપ થાય તેવા શુભાશય સાથે પ્રશાશન દ્વારા વારંવાર જિલ્લાવાસીઓને અપીલ કરવામાં આવી રહી છે પરંતુ ઘણા ચોક્કસ તત્વો દ્વારા પ્રશાશનના જાહેરનામાનો છડેચોક ભંગ કરી, અફવાઓ ફેલાવી, લોકોમાં પેનીક ફેલાવી રહ્યા છે તે ગંભીર બાબત છે. આવા સમયે આજથી દાહોદ જિલ્લા પોલીસ પ્રશાનસ દ્વારા આવા ચોક્કસ તત્વો સામે લાલ આંખ કરી છે. રાત્રી દરમ્યાન સઘન પેટ્રોલીંગ હાથ ધરવામાં આવશે અને જા આ સમયે સોસાયટી,વિસ્તારો કે ગલી મહોલ્લામાં ટોળા જાવા મળશે તો તેઓની સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ધરપકડ કરી ગુનો દાખલ કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે. વધુમાં જિલ્લા પોલીસ વડાએ જણાવ્યુ હતુ કે, સોશીયલ મીડીયા દ્વારા પણ કેટલાક લોકો અફવાઓ ફેલાવી રહ્યા છે તે બાબતે પોલીસ તંત્ર તરફથી આવા સોશીયલ મીડીયા પર ચાંપતી નજર રાખી રહ્યા અને જેથી સોશીયલ મીડીયા પર આવી ટીખળ કરતાં કે અફવાઓ ફેલાવનારાઓ જા ધ્યાને આવશે તેની વિરૂધ્ધ કાર્યવાહી કરવાના ચક્રોગતિમાન કરી દીધા છે.
અફવાઓના લીધે દાહોદ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભયનો માહોલ:લોકડાઉનના ચુસ્તપણે પાલન માટે વિસ્તારોમાં ગ્રામજનો તેમજ આગેવાનોની મદદ લેવાશે
છેલ્લા બે – ત્રણ દિવસથી દાહોદ શહેર સહિત જિલ્લામાં આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ અફવાઓએ જાર પકડ્યું છે અને લોકોના ટોળે ટોળા રસ્તા પર આવી સોશીયલ ડિસ્ટન્સનના નિયમોનો ભંગ કરી રહ્યા છે આ બાબતે પોલીસ તંત્ર તેમજ વહીવટી તંત્ર દ્વારા આ બાબત ગંભીર રીતે લઈ ગ્રામ્ય વિસ્તારના સરપંચો, આગેવાનો તેમજ શહેરી વિસ્તારમાં અમુક વોલેન્ટરીઓ તૈયાર કરી વિસ્તારના કાઉન્સીલરો તેમજ અગ્રણીઓને પોલીસની સાથે રાખી લોકો આવી કોઈપણ અફવા પર ધ્યાન ન આપી અને પોતે ઘરમાં રહી કોરોના સામે લડત આપવા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે તેમજ આવા અફવા કે ટીખળ ફેલાવનાર વ્યÂક્ત નજરે પડે તો પોલીસ કંટ્રોલરૂમને જાણ કરવા જણાવ્યું છે.
——————————————————-