રાહુલ ગારી ગરબાડા
ગરબાડા તાલુકાના પાટિયાઝોળ ગામે અજાણ્યા વાહનની અડફેટે નીલ ગાયનું મોત.
વન વિભાગ દ્વારા ત્રણ દિવસ સુધી સારવાર બાદ નીલ ગાયનું મોત નીપજ્યું..
દાહોદ સહીત આસપાસના વિસ્તાર વન વિભાગમાં આવતો હોઈ વન્ય પ્રાણીઓ ઘણી ફરી વખત રોડ પર જોવા મળે છે.
ગરબાડા તા.17
ગરબાડા તાલુકાના ગામના જંગલમાં નીલગાય ખોરાકની શોધમાં નીકળતા અજાણ્યા વાહને ગાયને ટક્કર મારી હતી ઘાયલ નીલ ગાય સ્થાનિક લોકોએ દેખતા તેઓએ વન વિભાગને જાણ કરી હતી. જે બાદ વન વિભાગ ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલી નીલ ગાયને રેન્જ ફોરેસ્ટ ઓફિસ ગરબાડા લાવવામાં આવી હતી.અને પશુ ચિકિત્સક ને બોલાવી અને તેની સારવાર હાથ ધરી હતી. પરંતુ સતત ત્રણ દિવસ સુધી પશુ ચિકિત્સક દ્વારા નીલ ગાયની સારવાર કરવામાં આવી પરંતુ અંતે નિલ ગાય નું મોત નિપજયું હતુ. જેના પગલે વન વિભાગ દ્વારા આ મરણ પામેલી નીલ ગાયની અંતિમ વિધિ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે દાહોદ સહિત આસપાસ નો વિસ્તાર આ ફાટ વનરાજી થી ઘેરાયેલો છે તેમજ આ વિસ્તાર વન અભ્યારણમાં આવતો હોવાથી અહીંયા ના ગીત જંગલોમાં વન્યપ્રાણી દીપડા,રીંછ, નીલગાય ઝરખ શિયાળ સહિતના અને પ્રાણીઓ અને પક્ષીઓ વસવાટ કરે છે. હાલ ઉનાળાનું સીઝન ચાલી રહ્યો છે તેવા સમયે જંગલમાં વસવાટ કરતાં આ વન્ય પ્રાણીઓ પાણી અને ખોરાકની શોધમાં માનવ વસાહત તેમજ જાહેર રસ્તા પર જોવા મળે છે. જેના પગલે ઘણી વખત આવા અકસ્માતોના બનાવોમાં વન્ય પ્રાણીઓ વાહનોની અડફેટે આવતા મરણ પામતા હોય છે ભૂતકાળમાં પણ આવા બનાવો બની જવા પામેલ છે.
