વસાવે રાજેશ દાહોદ
જનની હોસ્પિટલ ખાતે 173 માતા બહેનો ની મફત તપાસ સલાહ સારવાર આપવામાં આવી
જનની હોસ્પિટલ ખાતે 173 માતા બહેનો ની મફત તપાસ સલાહ સારવાર આપવામાં આવી…આપણા વિસ્તારમાં માતૃમરણ.. બાળમરણ.. કુપોષિત માતા.. કુપોષિત બાળકો.. નું પ્રમાણ કદાચ સૌથી વધારે છે...જો આ સગર્ભા માતાઓની જોખમી પરિસ્થિતિ.. નું.. જલ્દી નિદાન.. સારવાર.. થઈ જાય તો… આ પરિસ્થિતિ માંથી આપણો વિસ્તાર બહાર આવી શકે છે… સમસ્યા ઓછી થઈ શકે છે.. જનની હોસ્પિટલ તરફથી આ એક નાનો પ્રયાસ છે….. ઘણી બધી બહેનો એ આ સેવાનો લાભ લીધો છે..ફાયદો થયો છે.. સારા પરિણામ મળ્યા છે… જ્યાં સુધી ઝાડને પોષણ- પાણી નહીં મળે ત્યાં સુધી સારા સારા તંદુરસ્ત ફળની આશા રાખવી વ્યર્થ છે….માતા તંદુરસ્ત હશે..તો બાળક તંદુરસ્ત આવશે.. માતા અને બાળક તંદુરસ્ત હશે.. તો આપણો સમાજ તંદુરસ્ત હશે…આપણો સમાજ તંદુરસ્ત હશે તો જ.. આપણી પ્રગતિ થશે.. વિકાસ થશે..અને કોઈ પણ લડત હશે તો લડી શકાશે.. નબળા હોઈશું તો શું લડીશું..?? જનની હોસ્પિટલ તરફથી ઘણા વર્ષોથી નિરંતર નાનો એવો આ પ્રયાસ છે…વિના પ્રસાર પ્રચાર મોટી સંખ્યામાં બહેનો આવે છે… મારા માટે આજનો દિવસ મહિના નો સૌથી સંતોષ નો દિવસ હોય છે.. ખાસ કરીને આપણા પ્રોફેસન અને આપણી સુવિધા નો યોગ્ય લાભ આપણા સ્થાન પર થી આપણી હોસ્પિટલ પરથી આપીએ એ વધારે લાભદાયી હોય છે…
