વસાવે રાજેશ દાહોદ
દાહોદના છાપરી ખાતે આવેલ કમલમં ખાતે દાહોદ જિલ્લા ભાજપ દ્વારા મનકી બાતના 100માં એપિસોડ સંડર્ભે પત્રકાર પરીષદનું આયોજન કરવામાં આવ્યું
આજ તારીખ 29.એપ્રિલ 2023 શનિવારના રોજ દાહોદના છાપરી ગામે આવેલ કમલમ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મનકી બાતના 100 માં એપિસોડની ચર્ચાઓને લઈ આં પત્રકાર પરિષદમાં દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ અમલીયાર, ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી જિલ્લા મીડિયા સેલના કનવીનર શેતલ કોઠારી, જિલ્લા મીડિયા સેલના કનવીનર નેહલ શાહ અને દાહોદ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના સિનીયર હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા આ પત્રકાર પરિષદના આવતી કાલ 30 એપ્રિલ 2023 રવિવારના રોજ પ્રવાસી કાર્યકારતાઓ tv lcd રેડિયો નિશ્ચિત સ્થળો પર લઈ જઈ નક્કી કરેલા બુથોના સ્થળ પર 100માં મન કી બાત કાર્યક્રમ નું લાઈવ ટેલિકાસ્ટ બતાવવામાં આવશે અને બધા ભેગા મળી તેની ઉજવણી કરશે આં ઉપરાંત વિશેષ આયોજન જિલ્લાના દરેક શક્તિ કેન્દ્રના એક બુથમાં વિશિષ્ટ કાર્યક્રમ કરવામાં આવશે જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકો તેમજ ભાજપા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે જેને લઈ આજરોજ દાહોદ કમલમ ખાતે હોદ્દેદારોની ઉપસ્થિતીમાં પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં જિલ્લા પ્રમુખ શંકર અમલિયારે વિસ્તૃત માહિતી આપી હતી અને ત્યારબાદ આભાર વિધિ જિલ્લા મીડિયા સેલ સહ કનવીનર નેહલ શાહ દ્વારા કરવામાં આવી હતી.
