વસાવે રાજેશ દાહોદ
મોટીખરજ ગામેથી રૂરલ પોલીસે પલ્સર મોટરસાઇકલ પર લઈ જવાતો ₹31,128 નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો..
તારીખ 28 એપ્રિલ 2023 રૂરલ પોલીસ રાત્રિના સમયગાળા દરમિયાન પેટ્રોલિંગમાં નીકળી હતી તે દરમિયાન દાહોદ ગરબાડા રોડ ઉપર પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે કિશોર બહાદુર સાંસી રહેવાસી નાની રાબડાલ મુવાળીયા ક્રોસિંગ પાસેનો ઈસમ એક કાળા કલરની પલ્સર મોટર સાયકલ જેનો નંબર GJ 20 L 1299 નંબરની મોટરસાઇકલ ઉપર ભારતીય બનાવટનો વિદેશી દારૂ લઈને ગરબાડા તરફથી નાની રાબડાલ ગામે તેના ઘર તરફ જઈ રહ્યો છે તેવી બાતમીના આધારે રૂલર પોલીસે મોટી ખરજ બળિયાદેવ મંદિર પાસે ગરબાડા દાહોદ રોડ ઉપર વોચમાં હતા તે દરમિયાન ગરબાડા તરફથી એક ટુ-વ્હીલર મોટરસાયકલ આવતી દેખાતા જે ટુ વ્હીલરનો ચાલક દૂરથી પોલીસની ગાડી જોઈ તેની મોટરસાયકલ પાછી વળાવતા મોટરસાયકલ રસ્તાની બાજુના ખાડામાં ઉતરી જતા તેને પકડવા પોલીસ દોડી હતી અને તે યુવક મોટરસાયકલ અંધારાનો લાભ લઈને ફેંકી અને ભાગી ગયો હતો રૂરલ પોલીસે ટોર્ચના અજવાળે જોતા બાતમીમાં દર્સાવેલો ઈસમ કિશોર બહાદુર સાંસી હતો અને તેને પકડવા પોલીસ દોડતા તે ઈસમ અંધારાનો લાભ લઈને બાજુના ખેતરોમાં થઈ નાસી છૂટ્યો હતો ત્યારે પોલીસે મોટર સાયકલ પાસે જઇને તલાશી હાથ ધરતા તે થેલામાં ભરેલી ભારતીય બનાવટની વિદેશી દારૂની પેટીઓ તથા તેમજ છૂટક દારૂની બોટલો જોવા મળી હતી જેમાંથી 252 નંગ વિદેશી દારૂની બોટલો જેની કિંમત 31,128 તેમજ દારૂની હેરફેરમાં ઉપયોગમાં લીધેલી પલ્સર મોટરસાયકલ જેની કિંમત ₹40 હજાર રૂપિયા મળી કુલ 71,128 રૂપિયાનો વિદેશી દારૂનો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડી અને નાની રાબડાલ મુવાલિયા ક્રોસિંગ પાસે રહેતો કિશોર બહાદુર સાંસી સામે રૂલર પોલીસે પ્રોહી અંગેનો ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી..
