
પેપરલીક કાંડમાં નવો ઘટસ્ફોટ:ગુજરાત ATS નો તપાસનો દોર આદિવાસી વિસ્તારમાં પહોંચ્યો…
પેપરલિક કાંડમાં પેપર ખરીદનાર 30 વિદ્યાર્થીઓ પૈકી 9 દાહોદ જિલ્લામાંથી સામે આવ્યા..
ગુજરાત ATS એ દાહોદના 9 સહિત ગુજરાત ભરમાંથી 30 થી વધુ પરીક્ષાાર્થીઓની ધરપકડ કરી.
દાહોદ તા.05
ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયારીઓ કરતા લાખો ઉમેદવારોનાં સપનાં એક જ રાતમાં રોળાઈ ગયાં હતાં. પરીક્ષા શરૂ થાય તે પહેલાં જ પરીક્ષા રદ કરવામાં આવી કારણ કે, પરીક્ષા પહેલાં જ પરીક્ષાના પેપર લોકો વચ્ચે ફરતાં થઈ ગયાં હતાં. એટલે કે એજન્ટોએ લાલચુ પરીક્ષાર્થીઓને પેપર વેચી દીધા હતા. કોઈની પાસેથી 10 લાખ તો કોઇની પાસેથી 15 લાખના ચેક તમામના ઓરિજનલ ડોક્યુમેન્ટ મેળવ્યા બાદ તેમને પેપર આપી દીધાં હતાં. ગુજરાત સરકારની શાખમાં ડાઘ લગાડતું કામ પેપરલીક કરનારા દલાલોએ કર્યું હતું. જેમાં ખાસ કરીને ગુજરાતના દલાલો અને અન્ય રાજ્યના દલાલોએ ભેગા મળીને અંદાજે 100થી વધુ લોકોને પેપર આપી દીધા હતા. હાલ પોલીસના હાથે યુવતીઓ સહિત કુલ 30 લોકો ઝડપાયા છે. જે પરીક્ષા પહેલાં જ તેમના હાથમાં પેપર આવી ગયા હતા. આ તમામે દલાલોને કોરા ચેક આપીને અન્ય ઉમેદવારોના ભાવિ સાથે ચેડાં કર્યાં હતાં. હાલ તમામની સામે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલી જુ.ક્લાર્કની સ્પર્ધાત્મક પરીક્ષાનું પેપરલીક થતા સમગ્ર ગુજરાત સહીત દેશભરમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.વિપક્ષોના આક્ષેપો પ્રતિ આક્ષેપઓની વચ્ચે ઘેરાયેલી સરકારે છેલ્લી શને આ પરીક્ષાઓ રદ્દ કરવાનું હુકમો બહાર પાડતા અનેક વાલીઓમાં ભારે આક્રોશ ફેલાયો હતો. એટલું જ નહિ અનેકવિધ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તો બીજી તરફ સાચા અને મેહનતું વિદ્યાર્થીઓના ભોગે દલાલો અને ભ્રષ્ટાચારીઓ સાથે ભળી તેમના ભાવિ સાથે ચેડાં કરનાર તત્વોને ઝડપી પડાતા એક વિશ્વાસ સાથેનો સંતોષ પણ પરીક્ષા આપતા વિદ્યાર્થીઓમાં વ્યાપ્ત થવા પામ્યો હતો. સમગ્ર રાજ્યમાં 100 થી વધુ લોકોને જંગી નાણાં લઇ પેપર વેચનારા સુત્રધારો સાથે ગુજરાતની ATS શાખાએ મુખ્ય સૂત્રધાર પ્રદીપ નાયક સહીત 30 જેટલાં પેપર ખરીદનારા વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓને ટ્રેસ આઉટ કરી ઝડપી લઇ પેપર લીક કરવાનું અન્ય કોઈ પ્રયત્ન ન કરે અને આ પકડાયેલા તમામ પરીક્ષાાર્થીઓ વિરુદ્ધ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળમાં જાણ કરવામાં આવ્યું છે. ગુજરાત ATS એ પોતાની સતકર્તાથી આ સમગ્ર પેપર લીક કૌભાંડમાં સંડોવાયેલા ગેંગના 19 ઈસમો તેમજ 30 પીસ જેટલા પરીક્ષાર્થીઓ મળી કુલ 49 આરોપીઓની ધરપકડ કરી છે. અત્રે ઉલ્લેખની છે કે આ 30 જેટલા પરીક્ષાાર્થીઓ પૈકી સૌથી વધુ પેપર ખરીદનાર પરીક્ષાર્થીઓ આદિવાસી આંતરિયાળ વિસ્તાર ગણાતા દાહોદ જિલ્લાના હોવાનું બહાર આવ્યું છે.ત્યારે દાહોદ જિલ્લામાં આ પેપરલીક ગેંગના સૂત્રધારો સાથે કોણ ક્યાં સ્વરૂપે સંડોવાયેલો છે. તે તપાસનો વિષય છે. જોકે આ પરીક્ષાાર્થીઓ પૈકી વધુ પરીક્ષાાર્થીઓ ઝાલોદ તાલુકાના હોઈ ઝાલોદ તરફનો કોઈ ઈસમ આ ગેંગ સાથે સીધા સંબંધો ધરાવતો હોવાનો નકારી શકાતું નથી. ત્યારે ઝડપાયેલા પરીક્ષાર્થીઓમાં દાહોદ શહેરના ચકલીયારોડ ગોકુલ સોસાયટીની રહેવાસી (1)લક્ષ્મીબેન બચુભાઈ રાઠોડ, લીમખેડા તાલુકાના નાની બાંડીબાર ખાતેના રહેવાસી (2)રીનાબેન મોહનસિંહ બારીયા, સિંગવડ તાલુકાના સાકરીયા ગામના (3)ભાવેશ રમેશભાઈ બારીયા, ગોધરા રોડ ચામુંડા મંદિર પાસેનો રહેવાસી (4)ચેતનભાઇ ઈશ્વરભાઈ ત્રિવેદી, ઝાલોદ તાલુકાના પરથમપુર ગામના (5)રાકેશભાઈ ગતસિંહભાઈ ડામોર, ગરબાડા તાલુકાના ભે ગામના (6)લક્ષ્મણભાઈ મનસુખભાઈ હઠીલા, ઝાલોદ તાલુકાના ડુંગરી ગામના (7)સંજયભાઈ ગોમના ભાઈ સંગાડા, તથા ડુંગરી ગામના જ (8)રોહિતભાઈ ગુમાનભાઈ વગિલા..
(9) દાહોદ તાલુકાના ખંગેલા ગામના મૂળ વતની હાલ ભચાઉ ના રહેવાસી અરવિંદભાઈ વિછીયાભાઈ બોહા સહિત 9 થી વધારે પરીક્ષાાર્થીઓ દાહોદ જિલ્લામાંથી બહાર આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ત્યારે આદિવાસી બાહુલ્ય ધરાવતા આંતરિયાળ વિસ્તારના વિધાર્થીઓ પણ પેપરલિક કાંડમાં સામેલ હોવાનું બહાર આવતા આ પેપરલિક ગેંગનું નેટવર્ક માત્ર મહાનગરો પૂરતું સીમિત નથી પરંતુ છેવાડાના વિસ્તારમાં પણ વિસ્તાર્યો હોવાનું પ્રતીત થવા પામ્યું છે.30 જેટલાં ઝડપાયેલા પરીક્ષાર્થીઓ મૉટેભાગે ગ્રામીણ વિસ્તારના હોવાનું અને તેમાંય છોટાઉદેપુર, મહીસાગર, પંચમહાલ તેમજ દાહોદ જિલ્લાના પરીક્ષાર્થીઓ પાસેથી મોટી રકમ પ્રાપ્ત થતી હોવાથી પેપર લીક ગેંગે આ વિસ્તારને ટાર્ગેટ કર્તા હોવાનું કહીયે તો અતિશ્યોકતી ભર્યું નહિ ગણાય ત્યારે પેપરલીક કૌભાંડની તપાસમાં વધુ માત્રામાં ઝડપાયેલ દાહોદ જિલ્લાના પરીક્ષાર્થીઓની ઘનીષ્ટ આ પેપરલિક ગેંગ સાથે કોણ નાતો ધરાવતો હતો.? અથવા કોણા મારફતે તેઓને આ પેપર પ્રાપ્ત થયું હતું. તેની તપાસ કરવી રહી નહીતો આ મુદ્દો ભવિષ્યમાં કેટલો સ્ફોટક બની રહેશે તે કહેવું મુશ્કેલ છે. તેવા સમયે વધુ તપાસમાં સંડોવાયેલા ઈસમો ના નામ કે તેના મૂળ સુધી પહોંચાસે ખરું કે પછી રાત ગઈ બાત ગઈ ની જેમ સમગ્ર બાબતને ભુલાવી દેવામાં આવશે.