દાહોદના ઝાયડસ હોસ્પિટલની વધુ એક સિદ્ધિ:ઝાયડસ હોસ્પિટલ તેમજ મેડિકલ કોલેજના તબીબોએ સફળ શસ્ત્રક્રિયા વડે 15 કિલોની ગાંઠ દૂર કરી મધ્યપ્રદેશની આધેડ મહિલાને પીડા મુક્ત કરી..
ઝાયડસ મેડિકલ કોલેજ તેમજ હોસ્પિટલ મેનેજમેન્ટે આ અગાઉ પણ જટિલ સર્જરીને સફળ બનાવી ઉત્કૃષ્ટ તબીબી સેવાઓ પૂરી પાડી છે…
દાહોદ તા.04
દાહોદમાં કાર્યરત મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ કોલેજ ઉત્તમ તબીબી સેવાઓ તેમજ ઉત્કૃષ્ટ સારવાર થકી મધ્ય ગુજરાતના આદિવાસી બાહૂલ્ય ધરાવતા દાહોદ જિલ્લા તેમજ રાજસ્થાન મધ્યપ્રદેશના સરહદી જિલ્લામાં વસવાટ કરતા લોકો માટે આશીર્વાદરૂપ તેમજ સંકટમોચન ની ભૂમિકા અદા કરી રહ્યું છે. તેઓ જ એક કિસ્સો તાજેતરમાં પ્રકાશમાં આવ્યો છે. જેમાં મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાની 62 વર્ષીય મહિલાને 15 વર્ષ પૂર્વે સ્તનના ભાગે નાની ગાંઠ થઈ હતી જે સમય જતા મોટી થઈ ગઈ હતી. અને જોતજોતામાં સ્તનના ભાગે થયેલી આ ગાંઠે મોટું સ્વરૂપ લેતા આ 62 વર્ષીય મહિલા માટે ખૂબ જ પીડાદાયક હતું સાથે સાથે આ મહિલાને રોજિંદી ક્રિયા તેમજ હરવા ફરવામાં પણ ખૂબ જ તકલીફોનો સામનો કરવો પડી રહ્યો હતો.જે બાદ આ મહિલાએ ઝાયડસ મેડિકલ હોસ્પિટલ કોલેજનો સંપર્ક કરતા હોસ્પિટલના તબીબોએ આ મહિલાને તારીખ 23-03-2023 ના રોજ સર્જરી વિભાગમાં દાખલ કરી હતી અને પ્રાથમિક રિપોર્ટ કર્યા બાદ ખૂબ જ જટિલ ગણાતી આ સર્જરી કરવાનું હોસ્પિટલના તબીબોએ નક્કી કર્યું.અને આખરે સર્જરી વિભાગના વડા ડો.શૈલેષ.કે. રાઠોડના માર્ગદર્શનમાં ડો. શૈલેષ પરમાર ડો.સની પ્રજાપતિ,ડો. દિશાંક મોઢિયા, એનેસથેટીક ડોક્ટર આનંદ દરજી સહિતની ડોક્ટરોની ટીમે જટિલ ગણાતા આ ઓપરેશનને સફળ રીતે પૂર્ણ કર્યું. અને છેલ્લા 15 વર્ષથી ગાંઠથી પીડાતી આ મહિલાને પીડામુક્ત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સિનિયર સર્જન ડોક્ટર સુરેન્દ્ર પરમારના જણાવ્યા અનુસાર સ્તનના ભાગે નાની ગણાતી ગાંઠ મોટી થઈ જાય છે અને ઘણા કેસોમાં ગંભીર ગણાતી આ ગાંઠ કેન્સરમાં પરિવર્તિત થાય છે.જે દર્દીના જીવ માટે જોખમી બની જાય છે. જોકે આ કેસમાં મેડિકલ હોસ્પિટલના તબીબોએ સફળ રીતે ઓપરેશન કરી આશરે 15 કિલોની ગાંઠને સફળ ક્રિયા વડે દૂર કરી હતી.
આમ સમયાંતરે દાહોદ સહિત આસપાસના સરહદી વિસ્તારોના દર્દીઓ માટે ઉત્તમ તબીબી સેવાઓ તેમજ ઉત્કૃષ્ટ સારવાર થકી સંકટ મોચન ની ભૂમિકામાં અગ્રેસર રહેતા ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ સાચા અર્થમાં દાહોદ સહિત આસપાસના મધ્યપ્રદેશ તેમજ રાજસ્થાનના સરહદી વિસ્તારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે..
[04/04, 7:57 pm] Raj Sharma: દાહોદના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યનું સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક કરી પરિચિતો પાસેથી પૈસાની માંગણી કરી….
આજના આધુનિક જમાનામાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક તરફ લોકોની જીવનશૈલીને આસાન તેમજ સુવિધા યુક્ત બનાવી રહ્યો છે. તો સાથે સાથે કોઈપણ વ્યક્તિ સોશિયલ મીડિયાના ઉપયોગ થકી દુનિયાભરની માહિતી ઘર બેઠા મેળવી શકે છે. ત્યારે સોશિયલ મીડિયા એક તરફ લોકો માટે ઉપયોગી થઈ રહ્યું છે તો બીજી તરફ આ પ્લેટફોર્મના ગેરલાભ પણ છે. સોશિયલ મીડિયામાં હેકર્સ દ્વારા સોશિયલ મીડિયા એકાઉન્ટને હેક કરી એકાઉન્ટમાંથી પૈસા સેરવી લે છે. અથવા સોશિયલ મીડિયામાં અપલોડ કરેલા પર્સનલ ફોટાને મોર્ફ કરી બ્લેકમેલ કરવાના કિસ્સા પણ પ્રકાશમાં આવ્યા છે ત્યારે આવો જ એક કિસ્સો દાહોદમાં સામે આવ્યો છે જેમાં દાહોદ વિધાનસભા બેઠક પર ત્રણ ટર્મ સુધી ધારાસભ્ય રહેલા કોંગ્રેસના વજેસિંહ પણદાનું facebook તેમજ whatsapp એકાઉન્ટ અજાણ્યા ઇસમો દ્વારા હેક કરી તેમના ફોટા સોશિયલ મીડિયામાં અપલોડ કરી ધારાસભ્યના પરિચિતો પાસે પૈસાની માંગણી કરી હોવાનું સામે આવ્યું છે. જે બાદ વજેસિંહ પણદાએ પોતાના ઓફિશિયલ મોબાઈલ નંબર સાથેનો એક મેસેજ સોશિયલ મીડિયામાં ફરતો કર્યો છે જેમાં તેમણે જણાવ્યું છે કે મારો whatsapp અને facebook એકાઉન્ટ કોઈએ હેક કર્યું છે અને પૈસાની માંગણી કરે છે જેથી મારા આ ઓફિસિયલ નંબર સિવાય અન્ય કોઈ નંબરથી મારા નામે કોઈ પણ પૈસાની માંગણી કરે જેની જાણ આધાર પુરાવા સાથે ઉપરોક્ત આપેલા નંબર ઉપર મોકલી આપો જેથી આવા તત્વો સામે પોલીસ ફરિયાદ કરી કાયદેસરની કાર્યવાહી કરી શકાય.
ઝાયડસ મેડિકલ કોલેજ તેમજ હોસ્પિટલ મેનેજમેન્ટે આ અગાઉ પણ જટિલ સર્જરીને સફળ બનાવી ઉત્કૃષ્ટ તબીબી સેવાઓ પૂરી પાડી છે…
દાહોદ તા.04
દાહોદમાં કાર્યરત મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ કોલેજ ઉત્તમ તબીબી સેવાઓ તેમજ ઉત્કૃષ્ટ સારવાર થકી મધ્ય ગુજરાતના આદિવાસી બાહૂલ્ય ધરાવતા દાહોદ જિલ્લા તેમજ રાજસ્થાન મધ્યપ્રદેશના સરહદી જિલ્લામાં વસવાટ કરતા લોકો માટે આશીર્વાદરૂપ તેમજ સંકટમોચન ની ભૂમિકા અદા કરી રહ્યું છે. તેઓ જ એક કિસ્સો તાજેતરમાં પ્રકાશમાં આવ્યો છે. જેમાં મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાની 62 વર્ષીય મહિલાને 15 વર્ષ પૂર્વે સ્તનના ભાગે નાની ગાંઠ થઈ હતી જે સમય જતા મોટી થઈ ગઈ હતી. અને જોતજોતામાં સ્તનના ભાગે થયેલી આ ગાંઠે મોટું સ્વરૂપ લેતા આ 62 વર્ષીય મહિલા માટે ખૂબ જ પીડાદાયક હતું સાથે સાથે આ મહિલાને રોજિંદી ક્રિયા તેમજ હરવા ફરવામાં પણ ખૂબ જ તકલીફોનો સામનો કરવો પડી રહ્યો હતો.જે બાદ આ મહિલાએ ઝાયડસ મેડિકલ હોસ્પિટલ કોલેજનો સંપર્ક કરતા હોસ્પિટલના તબીબોએ આ મહિલાને તારીખ 23-03-2023 ના રોજ સર્જરી વિભાગમાં દાખલ કરી હતી અને પ્રાથમિક રિપોર્ટ કર્યા બાદ ખૂબ જ જટિલ ગણાતી આ સર્જરી કરવાનું હોસ્પિટલના તબીબોએ નક્કી કર્યું.અને આખરે સર્જરી વિભાગના વડા ડો.શૈલેષ.કે. રાઠોડના માર્ગદર્શનમાં ડો. શૈલેષ પરમાર ડો.સની પ્રજાપતિ,ડો. દિશાંક મોઢિયા, એનેસથેટીક ડોક્ટર આનંદ દરજી સહિતની ડોક્ટરોની ટીમે જટિલ ગણાતા આ ઓપરેશનને સફળ રીતે પૂર્ણ કર્યું. અને છેલ્લા 15 વર્ષથી ગાંઠથી પીડાતી આ મહિલાને પીડામુક્ત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સિનિયર સર્જન ડોક્ટર સુરેન્દ્ર પરમારના જણાવ્યા અનુસાર સ્તનના ભાગે નાની ગણાતી ગાંઠ મોટી થઈ જાય છે અને ઘણા કેસોમાં ગંભીર ગણાતી આ ગાંઠ કેન્સરમાં પરિવર્તિત થાય છે.જે દર્દીના જીવ માટે જોખમી બની જાય છે. જોકે આ કેસમાં મેડિકલ હોસ્પિટલના તબીબોએ સફળ રીતે ઓપરેશન કરી આશરે 15 કિલોની ગાંઠને સફળ ક્રિયા વડે દૂર કરી હતી.
આમ સમયાંતરે દાહોદ સહિત આસપાસના સરહદી વિસ્તારોના દર્દીઓ માટે ઉત્તમ તબીબી સેવાઓ તેમજ ઉત્કૃષ્ટ સારવાર થકી સંકટ મોચન ની ભૂમિકામાં અગ્રેસર રહેતા ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ સાચા અર્થમાં દાહોદ સહિત આસપાસના મધ્યપ્રદેશ તેમજ રાજસ્થાનના સરહદી વિસ્તારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.