
વસાવે રાજેશ દાહોદ
DDO નેહા કુમારીની બદલી થતા જિલ્લા પંચાયત ખાતેથી કર્મચારીઓ અધિકારીઓએ વિદાય આપી
ગુજરાત ભરના 100 થી વધુ IAS અધિકારીની ત્રણ દિવસો અગાઉ બદલીઓ ગુજરાત સરકાર દ્રારા કરવામાં આવી હતી જેમાં દાહોદના જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીની બદલી પણ અમદાવાદ ખાતેના ડેપ્યુટી મ્યુન્સિપલ કમિશનર અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશન અર્બન ડેવલોપમેન્ટ અને અર્બન હાઉસિંગ વિભાગમાં કરવામાં આવી છે અને તેમની જગ્યાએ ગાંધીનગર ખાતેના નેશનલ અર્બન લાઈવલીહુડ મિશનના ડાયરેકટર ઉત્સવ ગૌતમને દાહોદના જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિમણુંક આપવામાં આવી છે ત્યારે દાહોદના જિલ્લા વિકાસ અધિકારી તરીકેનો ચાર્જ નેહા કુમારીએ છોડ્યો હતો અને તેમને જિલ્લા પંચાયતના પ્રમુખ પંચાયતના સભ્યો તેમજ અધિકારીઓ અને કર્મચારીઓએ વિદાય આપી હતી તેમજ તેઓ પ્રગતિ કરે તેવી શુભકામનાઓ પણ પાઠવવામાં આવી હતી