Tuesday, 01/07/2025
Dark Mode

મહારાષ્ટ્ર સમાજ દ્વારા મરાઠી શાળા મા ગુડી પડવા નો કાર્યકરમ યોજ્વામા આવ્યો

March 23, 2023
        1176
મહારાષ્ટ્ર સમાજ દ્વારા મરાઠી શાળા મા ગુડી પડવા નો કાર્યકરમ યોજ્વામા આવ્યો

રાજેશ વસાવે દાહોદ 

મહારાષ્ટ્ર સમાજ દ્વારા મરાઠી શાળા મા ગુડી પડવા નો કાર્યકરમ યોજ્વામા આવ્યોમહારાષ્ટ્ર સમાજ દ્વારા મરાઠી શાળા મા ગુડી પડવા નો કાર્યકરમ યોજ્વામા આવ્યો

   એમા સમાજના સચિવ સંજય તુંગાર, અધિક્ષક નિલેશ ચૌહાણ, કેશિયર અશોક પાટીલ તથા મહારાષ્ટ્ર સમાજ સમિતિ ના સદસ્યો આવ્યા હતા એલ મરાઠી શાળા ના સદસ્યો સાંજે મહારાષ્ટ્ર સમાજ ના બધા સદસ્યો આવ્યા હતા આને સાંજે સત્યનારાયણ ની પૂજા રાખી ગુડી પડવા આ ત્યોહર વિજય નો પ્રતિક માને છે આને મહારાષ્ટ્રીયન લોકો નવા વર્ષ તારીકે માનવે છે
મહારાષ્ટ્ર સમાજ દ્વારા મરાઠી શાળા મા ગુડી પડવા નો કાર્યકરમ યોજ્વામા આવ્યો  paid pramotion 

|| ચાલો ચાલો ક્રિકેટ ટ્રેનિંગ 2023માં ||

આપના બાળકને ઉનાળા વેકેશન દરમિયાન ક્રિકેટની ટ્રેનીંગ માટે મોકલો.. પહેલી એપ્રિલથી contact ajay pal 7046568161

 મહારાષ્ટ્રમાં આ દિવસે ઘરના આંગણામાં પાંચ પાંડવોની પ રતિકૃતિ તૈયાર કરી તેની આસપાસ સુંદર રંગોળી કરવામાં આવે છે. ગામડાંઓમાં આંગણામાં ગાયના છાણથી લીંપીને તેની પર આ રંગોળી તૈયાર કરાય છે. આ જગ્યાએ ગુડી (લાકડી) ઊભી કરવામાં આવે છે. ગુડીની ષોડશોપચારે પૂજા કરવામાં આવે છે.

ગુડી ઊભી કરતાં પહેલાં લાકડીને તેલ લગાવી તેને ચોખ્ખા પાણીથી ધોઇ લેવામાં આવે છે. તેને હળદર- કંકુ ચડાવવામાં આવે છે. ગુડી માટે પિત્તળનો કે ચાંદીનો લોટો, કડવા લીમડાની ડાળી, હાયડા, નાનું કાપડ, સાડ, ફૂલનો હાર વગેરે સામગ્રી લેવામાં આવે છે. લાકડીના છેડે નાના રંગીન કપડાંને ફીટ બાંધી તેના પર લોટો ઊંધો મૂકવામાં આવે છે. આ ઊંધા લગાવેલા લોટામાં કડવા લીમડાની ડાળી લગાવી હાયડાનો હાર પહેરાવવામાં આવે છે. લાકડી પર સાડી જે રીતે પહેરાય તે રીતે લાકડીને સાડી પહેરાવાય છે.

ઘરના આગળના ભાગમાં રસ્તા પરથી પણ સરળતાથી જોઇ શકાય તે રીતે ગુડીને બાંધવામાં આવે છે. આ ગુડીને રામના સ્વાગત માટે શુભ ધ્વજના પ્રતીકરૂપ ગણવામાં આવે છે. ગુડી ઊભી કર્યા પછી તેના પર હળદર કંકુ ચડાવવામાં આવે છે. ઘરના પ્રવેશદ્વાર પર આંબાની ડાળી અને તોરણ લગાવવામાં આવે છે. નવા વર્ષના પંચાંગની પૂજા કરવામાં આવે છે.

આ દિવસની શરૂઆત કડવા લીમડાનાં પાન ખાવાથી કરવાની પ્રથા છે. કડવા લીમડાને આ અરસામાં નવા પાન ફૂટેલા હોય છે. તેના કૂમળા પાન લઇ તેમાં ગોળ, જીરું, સ્વાદ પૂરતું મીઠું અને લીંબુ નાંખી તેને વાટીને ગોળી બનાવવામાં આવે છે. આયુર્વેદમાં જણાવ્યા પ્રમાણે કડવો લીમડો અત્યંત આરોગ્યપ્રદ અને કીટનાશક છે. આ ઊભી કરેલી ગુડીને સંધ્યા સમયે ઉતારવામાં આવે છે. ગામમાં જ્યાં રામનું મંદિર હોય ત્યાં રાયડાની માળા અર્પણ કરવામાં આવે છે. હળદર- કંકુ, ચોખા ચડાવીને પછી જ ગુડી ઉતારવામાં આવે છે. આ દિવસથી રામનવમી સુધી રામ મંદિરમાં કીર્તનનો પ્રારંભ થાય છે.

આ દિવસે નાનાં બાળકો પાસે શાળામાં પાટી પૂજન (સરસ્વતી પૂજન) કરાવવામાં આવે છે. પાટી પર ચંદ્ર, સૂર્ય, સરસ્વતી દોરી પાટીની એટલે કે વિદ્યાની પૂજા કરવામાં આવે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!