
દાહોદમાં આજથી ધાર્મિક તહેવારોનો પ્રારંભ:ચૈત્રીનોરતા,ગુડી પડવા,તેમજ પવિત્ર રમજાન માસ શરૂ થતા તહેવારોનો ત્રિવેણી સંગમ સર્જાશે…
રામ નવમી,ચેટીચંદ, રમજાનમાસ સહિતના તહેવારો શરૂ થતા દાહોદ આધ્યાત્મિક તેમજ ધર્મ નગરી બનશે.
નોરતામાં ઠેર ઠેર ધાર્મિક અનુષ્ઠાનો, ભંડારા પ્રસાદીનો કાર્યક્રમ યોજાશે: પવિત્ર રમજાન માસમાં વ્હોરા તેમજ મુસ્લિમ સમાજ રોઝા રાખી ખુદાની બંદગી કરશે.
દાહોદ તા.22
આમ તો ધાર્મિક ધનજનનો મહિનો શ્રાવણ ગણાય છે પરંતુ ચાલુ વર્ષે ચેત્રી નવરાત્રા,ગુડી પડવા તેમજ રમજાન માસ ચાલુ થવાથી તહેવારોનો ત્રિવેણી સંગમ સર્જાતા દાહોદ નગર સાચા અર્થમાં ધર્મનગરી બનવા પામી છે દાહોદ આમ પણ પોતાના ભાઈચારા માટે વિશ્વમાં ગૌરવ પ્રાપ્ત કરાવનારી નગરી છે.એવા સમયે અલગ અલગ સંપ્રદાય તેમજ અલગ અલગ ધાર્મિક તહેવારો એક સાથે આવતા આખું નગર આધ્યાત્મિક નગર તરીકે ભાસી રહ્યું છે સમગ્ર નગરને વિવિધ સંપ્રદાયો અને ધ્વજા પતાકાઓથી સજાવતા દાહોદ નગરનું વાતાવરણ ખૂબ ધાર્મિક બનવા પામ્યું છે ત્યારે આજથી શરૂ થતા હિન્દુ નવા વર્ષમાં ચૈત્રી નવરાત્રા, પવિત્ર રમજાન માસ અને ગુડી પડવાનો ત્રિવેણી સંગમ યોજાવા જઈ રહ્યો છે. ત્યારે આજ મહિનામાં ચેટીચંદ અને રામનવમી જેવા તહેવારો પણ આવતા દાહોદ નગરમાં એક સાથે જ બધા જ ધર્મના તહેવારો ઉજવાશે જે તહેવારો અનેરૂ મહત્વ ધરાવે છે. તેમજ એક સાથે શરૂ થતા આ તહેવારો અનેરૂ આકર્ષણ પણ જમાવશે..
સમગ્ર દેશ સહિત રાજ્યભરમાં આવતીકાલથી ચેત્રી નવરાત્રીનો આરંભ થવા જઈ રહ્યો છે. નવ દિવસ સુધી ચાલનારા આ નવરાત્રિનું સમાપન ભગવાન રામની જન્મ જયંતી રામનવમી તરીકે પણ ઉજવવામાં આવે છે. તારે વાત કરીએ દાહોદ જિલ્લાની તો દાહોદ જિલ્લામાં પણ ચૈત્રી નવરાત્રીની ધામધૂમથી ઉજવણી થશે. તો બીજી તરફ દાહોદના ચામુંડા માતા તેમજ લખેશ્વરી, કાલકામાં મહાકાળી, સહીતના મંદિરોમાં વિવિધ કાર્યક્રમના આયોજન થશે એ સિવાય આ ચેત્રી નવરાત્રા દરમિયાન જુદા જુદા મંદિરોમાં ધાર્મિક અનુષ્ઠાન ભંડારા પ્રસાદી જેવા કાર્યક્રમો પણ યોજાશે.તો અષ્ટમી અને નવમીના દિવસે ઠેર ઠેર ધાર્મિક અનુષ્ઠાનો પણ કરવામાં આવશે તો દાહોદ શહેરમાં શ્રીરામ સેવા સમિતિ અને સોશિયલ સંસ્કાર ગ્રુપ રાજ રાજેશ્વરી રાજસ્થાન પંચાયત ભવન મંદિર દ્વારા આયોજિત રામ યાત્રા ભવ્યથી અતિ ભવ્ય રીતે યોજાશે આ રામયાત્રા દર વર્ષની જેમ તેના નિયત કરેલા રૂટો ઉપર નીકળશે તો આ વર્ષે તેનો રૂટ પણ લંબાવવામાં આવ્યો છે આ ચૈત્રી નોરતાની સાથે સાથે આજથી વોરા સમાજ અને આવતીકાલથી દિવસથી મુસ્લિમ સમાજના પવિત્ર રમજાન માસનો પણ પ્રારંભ થવા જઈ રહ્યો છે જેમાં વ્હોરા અને મુસ્લિમ સમુદાય દ્વારા આ પવિત્ર રમજાન માસ દરમિયાન રોજા રાખી ખુદાની બંદગી કરશે તેમજ રમજાન માસ દરમિયાન ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને જકાત તેમજ ફીત્રો અદા કરશે આ તમામ તહેવારોની સાથે સાથે આવતીકાલે ગુડી પડવો હોવાથી મહારાષ્ટ્રનીઓ આ પર્વને નવા વર્ષ તરીકે ઉજવશે. તો સાથે સાથે પરમ દિવસે ચેટીચંદનો તહેવાર હોવાથી દાહોદ શહેર સહીત જિલ્લામાં સિંધી સમાજ પણ આ ચેટી ચંદના તહેવારની હર્ષોઉલ્લાસ સાથે ઉજવણી કરશે તો આવતીકાલથી શરૂ થતા આ તહેવારોના ત્રિવેણી સંગમમાં દાહોદ ધાર્મિક તેમજ આધ્યાત્મિક નગરી બનશે તેમાં કોઈ બેમત નથી.