Thursday, 21/11/2024
Dark Mode

લોકડાઉન દરમિયાન રાજ્યબહારના મુસાફરોની વ્હારે આવેલા પોલીસતંત્રે ઉત્કૃષ્ઠ કામગીરીનો ઉત્તમ દાખલો બેસાડી માનવતાની મહેક પ્રસરાવી.

લોકડાઉન દરમિયાન રાજ્યબહારના મુસાફરોની વ્હારે આવેલા પોલીસતંત્રે ઉત્કૃષ્ઠ કામગીરીનો ઉત્તમ દાખલો બેસાડી માનવતાની મહેક પ્રસરાવી.

દીપેશ દોશી, રાજ ભરવાડ @ દાહોદ 

દાહોદ તા.25

કોરોના વાયરસના સંક્રમણને નાથવા માટે કેન્દ્ર સરકાર દ્વારા 21 દિવસનું લોકડાઉન જાહેર કરતા પબ્લિક ટ્રાન્સપોર્ટને લગતી તમામ સેવાઓ રદ્દ કરવામાં આવી છે.જેના કારણે બહારગામ મજૂરી કરતા લોકોને પોતાના વતન આવવા માટે પગપાળાનો સહારો લેવો પડી રહ્યો છે.ત્યારે લોકડાઉન દરમિયાન ખાણી પીણીના સંસ્થાનો પણ બંધ રહેતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આવા લોકોની વ્હારે આવેલા પોલીસતંત્રે દાહોદ ઉપરાંત લીમડી નગરમાં બહારગામથી આવેલા લોકોનું આરોગ્ય વિભાગ દ્વારા સ્ક્રીનિંગ કરી ખાણીપીણીની સુવિધા પ્રદાન કરી તેમના વતન સુધી પહોંચાડવા ગાડીની વ્યવસ્થા કરી પોતાની ઉત્કૃષ્ટ કામગીરીનો ઉત્તમ દાખલો બેસાડી માનવતાની મહેક પ્રસરાવી હતી.

રાજસ્થાન, મધ્યપ્રદેશ ના સરહદી વિસ્તારો તેમજ દાહોદ જિલ્લામાંથી હજારોની સંખ્યામાં પોતાનું પેટિયું રલવા બહારગામ મજૂરીઅર્થે ગયેલા હતા.અચાનક કોરોના વાયરસે વિશ્વભરમાં હાહાકાર મચાવી કેટલાય દેશોમાં પગપેસારો કરતા હજારો લોકો મૃત્યુ પામ્યાછે.અને કેટલાય લોકો આ ભયાનક વાયરસના સંક્રમણમાં સારવાર લઇ રહ્યા છે.આ વાયરસે ભારતમાં સંક્રમણમાં આવતા સરકાર દ્વારા લોકોના હિતમાં 21દિવસનું લોકડાઉન જાહેર કરી પબ્લિક ટ્રાન્સપોર્ટને લગતી તમામ સુવિધાઓ બંધ કરી દેતા પોતાના વતન આવતા કેટલાય લોકો રસ્તાઓ પર rajhli રહ્યા છે.ત્યારે આવી મહામારીમાં સુરતથી દાહોદ આવેલા 30 જેટલાં રાજસ્થાનના પરિવાર આજરોજ નગરપાલિકા ચોક પર આવી પહોંચ્યો હતો.ત્યારે વ્હારે આવેલા જિલ્લા પોલીસવડા હિતેશ જોયસર, અને નાયબ પોલિસ અધિક્ષક કલ્પેશ ચાવડાએ સુરતથી આવેલા આ પરિવારને પ્રથમ આરોગ્યની ટીમ બોલાવી તમામનો ચેકઅપ કરી બધા નોર્મલ જણાતા તેઓને ખાવા પીવાની સુવિધા પુરી પાડી તેમના પરિવારને હેમખેમ વતન સુધી પહોંચાડવા વાહનની વ્યવસ્થા કરી માનવતાની મહેક પ્રસરાવી હતી. ત્યારે ઝાલોદ તાલુકાના લીમડી પોલિસ સ્ટેશન દ્વારા પીઆઇ ઝાલા અને મહેશ ભાઈ ચૌધરી દ્વારા સરહાનીય કાર્ય કરી બહારથી આવેલા મજૂરી કરતા લોકોને પોતાના વતન સુધી પહોંચાડી તે લોકો ને સહી સલામત કાળજી પૂર્વક પોતાના વતન પહોંચાડી માનવતાના કાજે પોતાની શ્રેષ્ઠ ફરજ અદા કરી હતી.

error: Content is protected !!