Tuesday, 01/07/2025
Dark Mode

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉચવાનિયા ખાતે ટીબીમુક્ત ભારત અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો

March 6, 2023
        1006
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉચવાનિયા ખાતે ટીબીમુક્ત ભારત અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો

રાજેશ વસાવે દાહોદ 

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉચવાનિયા ખાતે ટીબીમુક્ત ભારત અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો

દાહોદ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉચવાનિયા ખાતે જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. શિલ્પા યાદવ, જિલ્લા ક્ષય અધિકારી ડૉ. પહાડીયા તેમજ તાલુકાપ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉચવાનિયા ખાતે ટીબીમુક્ત ભારત અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો આરોગ્ય અધિકારી ડૉ. ભગીરથના માર્ગદર્શન હેઠળ પ્રધાનમંત્રી ટીબી મુકત ભારત- ૨૦૨૫ અભિયાન અંતગૅત હોળીના પાવનપર્વ નિમિતે સોમવારના રોજ દદીઁઓને પોષણ સહાય કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

જેમા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિસ્તારના ૨૫ ટીબી દદીઁઓને પોષણ સહાય કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ગામના અગ્રણી જોગાભાઇ ભુરીયા, ગ્રામજનો, ટીબી દર્દી ઉપસ્થિત રહ્યા હતા. પ્રા.આ. કેન્દ્રના મેડિકલ ઓફિસર ડૉ સુવાસ, ખાનગી તબીબ ડૉ.રાજેશ, ડૉ હરીશ, ડૉ વિશાલ તથા પ્રા.આ કેન્દ્ર ના આશિષ પરમાર,પ્રદીપભાઈ સરતાના, આરોગ્યકર્મીઓ, આશા.ફે. દ્વારા ૨૫ દર્દીઓને દતક લઈ તેમને ન્યુટ્રીશન કીટનું વિતરણ કરવામાં આવ્યુ હતું.

આ કાર્યક્રમમા મેડિકલ ઓફિસર ડૉ.સુવાસ દ્વારા દર્દીઓને ટીબીના રોગમાં સ્વાસ્થ્યની કાળજી સહિતની બાબતોની વિગતે માહિતી આપવામાં આવી હતી. 

૦૦૦

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!