
જુનિયર રેલવે ઇન્સ્ટિટ્યૂટ નજીક LC ગેટ નંબર 44 હવે ઇતિહાસ બનશે..
દાહોદમાં 44.72 કરોડના ખર્ચે નવીન રોડ ઓવરબ્રીજ (ROB ) નું આવતીકાલે શીલાન્યાસ કાર્યક્રમ યોજાશે..
દાહોદના સાંસદ, ધારાસભ્ય તેમજ રતલામ મંડળના ડીઆરએમ ની ઉપસ્થિતિમાં શીલાન્યાસ કાર્યક્રમ યોજાશે.
દાહોદ તા.28
દાહોદ શહેરના સિનિયર રેલ્વે ઇન્સ્ટિટ્યૂટની પાસે આવેલા LC ગેટ નંબર 44 પર રેલ્વે ક્રોસિંગને કાયમ માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો જેની જગ્યાએ 44.72 કરોડના ખર્ચે રેલ્વે ઓવરબ્રિજ (ROB) બનાવવાની મંજૂરી મળતા આવતીકાલે રતલામ મંડળના DRM દાહોદના સાંસદ તથા ધારાસભ્યની ઉપસ્તિથીમાં ખાતમુહૂર્ત કરવામાં આવશે
સ્માર્ટ સીટી દાહોદ હવે વિકાસની હરણફાળ કરી રહ્યું છે અનેકવિધ વિકાસ કાર્યો સાથે દાહોદ શહેર હવે ધીમે ધીમે મહાનગર બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે તો તેમાં રેલ્વે પણ અછૂતો રહ્યો નથી તાજેતરમાં 20 હજાર કરોડના ખર્ચે રેલ્વે કારખાનામાં નવ હજાર HP ના લોકો મોટિવ એન્જીન બનાવવા માટે રેલ્વે પ્રોડક્શન યુનિટની આધારશીલા મુકવામાં આવી છે તો બીજી તરફ ઇન્દોર રેલ પરીયોજના વેગવંતી બની છે ટૂંક સમયમાં દાહોદ કતવારા સેક્શન ચાલુ થવાથી દાહોદ રેલ્વે સ્ટેશન જંક્શન ની શ્રેણીમાં સામેલ થઈ જશે રેલ્વે સ્ટેશન પર નવીન ફૂટ ઓવર બ્રીજ તેમજ નવીન પ્લેટફાર્મ ની કામગીરી ચાલુ થઈ જવા પામી છે તો સાથે સાથે અમૃત ભારત સ્ટેશનની યોજના અંતર્ગત દાહોદ રેલ્વે સ્ટેશનને ચાર ચાંદ લગાવવા માટે રેલ્વે દ્રારા આવનાર સમયમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરવાના છે ત્યારે રેલ્વે સંબંધી બાબતોમાં વધુ એક સુવિધાનો વધારો થવા પામ્યો છે જેમાં રેલ્વે પ્રોડક્શન યુનિટ મુખ્ય માર્ગ ગણાતો તેમજ વર્ષોથી જુનિયર રેલ્વે ઇન્સ્ટિટ્યૂટ પાસે LC ગેટ નંબર 44 થી ઓળખાતો રેલ્વે ક્રોસિંગ હવે ઇતિહાસ બનવા જઈ રહ્યો છે જેમાં આ PC 44 ગેટ નંબર બંધ કરી તેની જગ્યાએ નવીન રોડ ઓવર બ્રીજ ની મંજૂરી મળતા આવતીકાલે રતલામ મંડળના DRM રજનીશ કુમાર દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીની ઉપસ્તિથીમાં શીલા ન્યાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે LC ગેટ નંબર 44 પર નિર્માણ પામનારુ રોડ ઓવર બ્રિજની મંજૂરી ચાર મહિના અગાઉજ મળી ગઈ હતી 44.72 કરોડના ખર્ચે નિર્માણ પામનારો આ બ્રીજ દોડથી બે વર્ષમાં બનીને તૈયાર થઈ જશે જેનાથી રેલ્વે ક્રોસિંગ પર ગાડીઓની અવર જવર સમયે લાંબા સમયસુધી રેલ્વે ફાટક ખુલવાની રાહ જોતા રાહદારીઓ તેમજ વાહન ચાલકોને મુક્તી મળશે તો સાથે સાથે રેલ્વે પ્રોડક્શન યુનિટથી ઝાલોદ તરફ આવા જવા માટે વાહન ચાલકોને સરળ માર્ગ મળી રહેશે..