
અભલોડ મુખ્ય પ્રાથમિક શાળા ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી
આજે 28 ફેબ્રુઆરી એટલે વિજ્ઞાન દિવસ વિજ્ઞાન જગતમાં આજરોજ મહાન વૈજ્ઞાનિક એવા ડો સી વી રામન દ્વારા કરવામાં આવેલ રામન ઇફેક્ટ ની જે શોધ કરવામાં આવી તેમાં ડોક્ટર સી વી રામનને નોબલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમની શોધ પરથી વધુને વધુ બાળકો અને યુવાનોને પ્રેરણા મળે તેવા આશય થીભારતભરમાં દર વર્ષે નેશનલ સાયન્સ ડે ઉજવવામાં આવે છે
આ દિવસને ખાસ બનાવવા માટે અભલોડ મુખ્ય પ્રાથમિક શાળાના ગણિત વિજ્ઞાનના શિક્ષક પરમાર અશ્વિનભાઈ એચ તથા પરમાર સુમિતભાઈ પી દ્વારા જુદી જુદી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સવારના સેશનમાં વિજ્ઞાન આધારિત ક્વિઝ નું આયોજન કર્યું જેમાં કુલ પાંચ ટીમોએ ભાગ લીધેલ હતો અને આ ટીમોનું નામ વૈજ્ઞાનિકો ના નામ ઉપરથી રાખવામાં આવેલ હતું. જેમાં બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને ક્વિઝમાં સારું એવું પ્રદર્શન કર્યું
ત્યારબાદ બપોરના સમયમાં જે પણ વૈજ્ઞાનિકોએ મહાન શોધ કરેલ છે તેવા વૈજ્ઞાનિકો ની વેશભૂષા ધારણ કરી ધોરણ 6 થી 8 ના બાળકોએ પોતાની જુદી જુદી કૃતિઓ રજૂ કરી જેમાં બાળકોને ખૂબ જ મજા આવી આમ સમગ્ર દિવસ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં વ્યસ્તતા ભર્યો જણાયો અને બાળકોએ આ દિવસનું મહત્વ અને જુદી જુદી મહાન શોધો વિશે માહિતી મેળવી
સમગ્ર આયોજનને સફળ બનાવવામાં અભલોડ મુખ્ય પ્રાથમિક શાળાના તમામ સ્ટાફનો તથા આચાર્ય રાઠોડ કમલેશભાઈ બી એ ગણિત વિજ્ઞાનના શિક્ષક ને આભાર વ્યક્ત કરી પૂર્ણાહુતિ કરી અને ઇનામ વિતરણ કાર્યક્રમ કરી તમામ બાળકોએ વિદાય લીધી