
યશ કલગીમાં વધુ એક મોરપીંછ ઉમેરાયો: ઝાયડસ હોસ્પિટલમાં ન્યુરોસર્જનની વધારાની સગવડ ઊભી કરાઈ.
ન્યુરોસર્જન વિભાગમાં તજજ્ઞ તબીબો દ્વારા ટૂંકાગાળામાં 9 જેટલા સફળ ઓપરેશન કરાયા..
દાહોદ તા.22
આદિવાસી બાહૂલ્ય ધરાવતા દાહોદ જિલ્લામાં દાહોદ જિલ્લામાં આરોગ્ય ક્ષેત્રે સુવિધા પૂરી પાડવામાં ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ છેલ્લા સાત વર્ષથી અગ્રેસર થઈ રહ્યો છે. આદિવાસી ધરાવતા દાહોદ જિલ્લામાં જ નહીં પરંતુ મધ્યપ્રદેશ તેમજ રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં વસવાટ કરતા લોકો માટે પણ આશીર્વાદ રૂપ સામાન સાબિત થઈ છે.જયારે ભૂતકાળમાં આરોગ્ય ક્ષેત્રે હોસ્પિટલોમાંથી વધારે સુવિધાયુક્ત સારવાર માટે ભૂતકાળમાં વડોદરા, અમદાવાદ સહિતના મહા મહાનગરો તરફ પ્રયાણ કરે છે.જોકે હવે બદલાતા સમયના વેણમાં દાહોદ જિલ્લામાં પણ મેડિકલ ક્ષેત્રે ક્રાંતિ સર્જાય છે. તેવામાં 2017માં અસ્તિત્વમાં આવેલા ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના વિશાળ કેમ્પસમાં સામાન્યથી સામાન્ય તેમજ ગંભીર બીમારીઓનો પણ નિદાન કરવા માટે આધુનિક ટેકનોલોજીથી સજ્જ મશીનો તેમજ તજજ્ઞ તબીબો દ્વારા સારવાર કરવામાં આવી રહી છે. ભૂતકાળમાં જે ગંભીર બીમારીઓ માટે દાહોદ જિલ્લા તેમજ આસપાસના વિસ્તારોમાંથી વડોદરા અમદાવાદ જેવા મહાનગરોમાં પ્રયાણ કરનારા દર્દીઓ પણ હવે ઘર આંગણે ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં ગંભીર બીમારીઓનો નિશુલ્ક પણે તજજ્ઞ તબીબોની માર્ગદર્શનમાં સારવાર લઈ રહ્યા છે ત્યારે ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલની યસ કલગીમાં વધુ એક મોર પીંછઉમેરાયો હોય તેમ ઝાયડસ હોસ્પિટલ ખાતે વધારાની સગવડ ન્યુરો સર્જરીની કરવામાં આવેલ છે.જેમાં મગજના તથા મણકાના વિવિધ પ્રકારના ઓપરેશનની સારવાર ચાલુ કરવામાં આવી છે.જેમાં તા:-૧૫-૦૨-૨૦૨૩ ના રોજ તાત્કાલિક સારવાર વિભાગમાં રાત્રીના ૧૧:૦૦ કલાકે ડો.ધીરેન હાડા (MCII Neuro Surgery) તથા એનેસ્થેટિક ડો.સૈલેશ પટેલ અને તેઓની ટીમ દ્વારા ન્યુરો સર્જરીનું પ્રથમ સફળ ઓપરેશન કરવામાં આવેલ તથા આજદિન સુધી કુલ ન્યુરો સર્જરીના (૯)નવ સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે.