
રાજેશ વસાવે દાહોદ
મધ્યપ્રદેશ-ગુજરાત બોર્ડર બંગલા ગામે ઇન્દોર-દાહોદ નેશનલ હાઇવે રોડ ઉપરથી ટ્રકમાં સફેદ પાવડરની થેલીઓની આડમા ભારતીય બનાવટના વિદેશી દારુની પેટીઓ નંગ-૯૫૯ કિ.રુ.૪૭,૪૮૭૦/- નો પ્રોડી મદ્દામાલ મળી કુલ કિ.રુ.૩૭,૫૩,૩૬૦/- ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી પ્રોહી ગણનાપાત્ર કૈસ શોધી કાઢતી દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા કતવારા પોલીસ,
જિલ્લામા પ્રોહીની અસામાજીક પ્રવૃતીઓ ઉપર અંકુશ લાવી સદંતર નેસ્તનાબુદ કરવા સારુ લીસ્ટેડ પ્રોહી બુટલેગરો ઉપર તેમજ મધ્યપ્રદેશ તથા રાજસ્થાન રાજયમાથી ગેરકાયદેસર દારૂની હેરાફેરી પરીવહન કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેઓના આશ્રય સ્થાનો ઉપર રેઇડ કરી પરીણામલક્ષી કામગીરી કરવા સારુ મે,નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા નાઓની સુચના હેઠળ મે.પોલીસ અધિક્ષકશ્રી બલરામ મીણા સાહેબ દાહોદ નાઓએ પોલીસ અધિકારીશ્રીઓને જરૂરી સુચના અને માર્ગદર્શન કરેલ.
જે અનુસંધાને એલ.સી.બી.સ્ટાફના માણસોની ટીમો પ્રોહીબિશનની પ્રવૃતિ આચરતા
ઇસમો તેમજ પ્રોહી બુટલેગર ઉપર વોચ ગોઠવી માહિતી એકત્રિત કરવાની કામગીરીમા કાર્યરત હતા.
દરમ્યાન એલ.સી.બી., પોલીસ ઇન્સ્પેકટરશ્રી આર.સી.કાનમીયા નાઓની સુચના મુજબ આજરોજ એલ.સી.બી. પો.સ.ઇ.શ્રી આર.બી.ઝાલા તથા એલ.સી.બી., ટીમ કતવારા પો.સ્ટે.વિસ્તારમા પેટ્રોલીંગમા હતા દરમ્યાન પો.સ.ઇ.શ્રી એચ.બી.રાણા તથા કતવારા પો.સ્ટે.સ્ટાફના માણસો પણ કતવારા પો.સ્ટે.વિસ્તારમા પેટ્રોલીંગમા નિકળેલ દરમ્યાન એલ.સી.બી. પો.ઇન્સ.શ્રી આર.સી.કાનમીયા નાઓને બાતમી હકિકત મળેલ કે, એક ટાટા કંપનીના મરૂન કલરના ટ્રક રજી.નં.UP.94-T-0555 મા ઇગ્લીશ દારૂ ભરેલ છે.જે ટ્રક હાલ મધ્યપ્રદેશ બાજુથી દાહોદ, ગોધરા, અમદાવાદ થઇ રાજકોટ થઇ જુનાગઢ, પોરબંદર તરફ જનાર છે. જે હકિકત આધારે એલ.સી.બી.તથા કતવારા પોલીસ નાઓએ સંયુકતમા વ્યુહાત્મક રીતે આયોજનબધ્ધ વોચ ગોઠવી ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ભરેલ ટ્રક સાથે આરોપીને
આરોપીનુ નામ ઝડપી પાડી, કાયદેસરની કાર્યવાહી કરી કતવારા પો.સ્ટે. પ્રોહીબિશનનો ગુનો રજી.કરાવેલ. મોહનલાલ ઘીમારામ ઉર્ફે ઘીમારામજી જાતે બિશ્નોઇ ઉવ.૪૬ ધંધો ડ્રાઇવીંગ રહે.હાલીવાવ પોસ્ટ.વીરવા હાળીબઓ તા.ચીતલવાન જી.જાલોર(રાજસ્થાન)
કબ્જે કરેલ મુદ્દામાલ- ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇગ્લીશ દારૂની કુલ પેટીઓ નંગ-959 ની બોટલો નંગ-11,508 ની કિ.રૂ.47,48,760/-તથા મોબાઇલ ફોન નંગ-1 કિ.રૂ.5000/- તથા લાયસન્સ, આધાર કાર્ડ તથા પ્લાસ્ટીકની થેલીઓમા સફેદ પાવડર જેવો પદાર્થ ભરેલ થેલીઓ નંગ-65 તથા ફીટનેશ સર્ટી તથા ઓથોરાઇઝેશન સર્ટીફિકેટ ઓફ એન.પી.તથા આર.સી.નકલ તથા મેમો રીસીપ્ટ તથા વ્હીકલ ટેકસ સ્ટેટસ રીપોર્ટ તથા રૂ.૫૦૦૦/-લખેલ સર્વીસ ફ્રી રીસીપ્ટ મધ્યપ્રદેશ બોર્ડર ચેક પોસ્ટની નકલ તથા બિલ્ટી,ઇન્વોઇસ તેમજ રસ્સી જે તમામની કિ.રૂ.૦૦/૦૦ મળી કુલ કિ.રૂ.77,53,760/-નો મુદ્દામાલ
આમ, મધ્યપ્રદેશ-ગુજરાત બોર્ડર ગૈયા ગામે ઇન્દોર દાહોદ નેશનલ હાઇવે રોડ ઉપરથી ટ્રકમા સફેદ પાવડરની થેલીઓની આડમા ભારતીય બનાવટના વિદેશી દારુની પેટીઓ નંગ-૯૫૯ કિ.રુ.૪૭,૪૮,૭૬૦/- નો પ્રોહી મુદ્દામાલ મળી કુલ કિ.રુ.૭૭,૫૩,૭૬૦/- ના મદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી પ્રોહી ગણનાપાત્ર કેસ શોધી કાઢવામા દાહોદ ક્રાઇમ બ્રાન્ચ તથા કતવારા પોલીસને સફળતા મળેલ છે.