
બાબુ સોલંકી :- સુખસર
અખિલ ભારતીય કિસાન સભા સમિતિ દાહોદ દ્વારા કિસાનોના વિવિધ પ્રાણ પ્રશ્નોની માંગ અર્થે ફતેપુરા તાલુકા મામલતદારને આવેદનપત્ર અપાયું.
દાહોદ જિલ્લા અખિલ ભારતીય કિસાન સભાના કાkરોબારી સભ્યો દ્વારા આવેદનપત્ર અપાયું.
આદિવાસી કિસાન ખેડૂતોની જંગલની જમીનના હક્કો,સિંચાઈનું પાણી,ટેકાના ભાવો,વૃદ્ધ કિસાન પેન્શન ની માંગ જેવા વિવિધ મુદ્દાઓની માંગણી કરાઈ.
સુખસર,તા.9
અખિલ ભારતીય કિસાન સભા દાહોદ જિલ્લા સમિતિ દાહોદ દ્વારા આજરોજ ફતેપુરા તાલુકા મામલતદાર મારફતે મુખ્યમંત્રી સમક્ષ 10 જેટલા મુદ્દાઓ સાથે વિવિધ માંગણીઓ માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.ફતેપુરા મામલતદાર દ્વારા આવેદન પત્રને મુખ્યમંત્રી સુધી પહોંચાડવાની બાહેધરી આપી હોવાનું પણ જાણવા મળે છે.
જાણવા મળેલ માહિતી મુજબ દાહોદ જિલ્લા કિસાન સભા સમિતિ દાહોદ દ્વારા ફતેપુરા તાલુકા મામલતદારને વિવિધ 10 મુદ્દાઓની માંગણી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.તેમાં વર્ષ 2005 વન અધિકાર કાનૂન હોવા છતાં આદિવાસી કિસાન ખેડૂતોની જંગલની જમીન તેમજ સરકારી ખરાબાની જમીન છેલ્લા 30 થી 45 વર્ષો સુધી જમીન ખેડાણ કરી ભોગવટો કરતા કિસાન ખેડૂતોને 7/12 તથા 8-અમાં નામો દાખલ કરી કાયમી હક આપવા અને તેઓનો ભોગવટો કરતાં જમીનમાં સરકારી દવાખાના,પંચાયત ઓફિસો,આંગણવાડીઓ વિગેરેનુ બાંધકામ કરવાનું બંધ કરવા તેમજ આદિવાસી ગરીબ પછાત કિસાન ખેડૂતોને હેરાન પરેશાન કરવાનું બંધ કરવા અને આ જમીનો ઉપર ભોગવટો કરતાં આદિવાસી કિસાન ખેડૂતોની જમીન કાયમી કરાવવા માટે જણાવવામાં આવ્યું છે.તેમજ કિસાન ખેડૂત ખેત મજૂરના સરકારી, અર્ધસરકારી ખાનગી ફાઈનાન્સ,વિદેશી મહિલા ફાઇનાન્સો દાહોદ જિલ્લામાં ફતેપુરા,ઝાલોદ તાલુકા કક્ષાએ મહીસાગર જિલ્લાના સંતરામપુર, લુણાવાડા ખાતે વિદેશી મહિલા ફાઇનાન્સો છે.જેવી કે ફીનકેર, બ્લેકસ્ટાર બેંક,સૂર્યોદય બેંક,માસ ફાઇનાન્સ,આર.બી.એલ બેંક,લાઇટ ફાઇનાન્સ,આશીર્વાદ ફાઇનાન્સ,નમ્ર બેન્ક,પહલ બેંક,ગ્રામ શક્તિ બેંક, સ્પંદના બેન્ક વિગેરે જેવી વિદેશી મહિલા ફાઇનાન્સો અભણ,પછાત, ગરીબ ગામડાની મહિલાઓને આ બેંકો દેવાદાર બનાવી રહી છે તો આ વિદેશી મહિલા ફાઇનાન્સની ઉચ્ચકક્ષાએથી કાનૂની તપાસ કરીને આ તમામ દેવા માફ કરવા પણ માંગણી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
નર્મદા ડેમનું પાણી છેક કચ્છના રણમાં જાય છે.કડાણા ડેમનું પાણી ખેડા જિલ્લામાં જાય છે.તો દાહોદ જિલ્લાને પીવાનુ પાણી,સિંચાઈના પાણી કેમ આપવામાં આવતું નથી?તેવા પ્રશ્નો સાથે દાહોદ જિલ્લાના કિસાન ખેડૂતોને નર્મદા,કડાણાનું સિંચાઈ માટે અને પીવા માટેના પાણી આપવા માંગ કરવામાં આવી છે.
આઝાદીના 74 વર્ષો પૂરા થયા છતાં હજી સુધી ગામડાઓમાં વસવાટ કરતા ગરીબ પછાત આદિવાસી કિસાન ખેડૂતો તાડપત્રી વાળા મકાન,કાચા માટીના મકાન,તેમજ ડુંગરાળ વિસ્તારમાં થાંભલીઓના મકાનમાં વસવાટ કરતા હોય છે.સરકારશ્રીની આવાસ યોજનાથી વંચિત છે.દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં મુખ્યમંત્રીનો સ્વાગત આવાસ યોજના વિશે કાર્યક્રમ હોવા છતાં આજદિન સુધી આવાસ યોજનાથી અનેક સાચા લાભાર્થીઓ વંચિત છે.તાત્કાલિક ગામડાઓમાં ફોટા સાથે સર્વેનો હુકમ કરી આવાસ યોજનાનો લાભ કિસાન ખેડૂતોને આપો અને બીપીએલ હોવા છતાં લાભથી વંચિત હોય તેવા લોકોને લાભ આપવા જણાવ્યું છે.
ખેડૂતોને ખેતી વિષય ક લાઈટ બિલો તથા ઘર વપરાશના લાઈટ બિલો માફ કરો,તેમજ ખેતી વિષયક મીટરો તથા મિટરો કાપી નાખવામાં આવે છે તો આ કિસાન ખેડૂતો ટ્રાઇબલના તાત્કાલિક મિટરો નાખો અને વીજળી કિસાન ખેડૂતોને 24 કલાક ખેતીમાં આપો, તેમજ લાઈટ બિલના નાણા કિસાન ખેડૂતોને માફ કરવાની પણ માંગ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. તેમજ કિસાન ખેડૂતોને ટેકાના ભાવ આપો અને કિસાન ખેડૂત એમ.એસ.પી ગેરંટી કાનુન બનાવવા પણ માંગ કરવામાં આવી છે.આદિવાસી કિસાન ખેડૂતોને રોજગારી પૂરી પાડો,નરેગા યોજનામાં કોન્ટ્રાક પદ્ધતિ રદ કરો, સામૂહિક કુવાઓ કિસાન ખેડૂતોને વ્યક્તિગત આપોની પણ માંગ કરવામાં આવી છે.
જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતમાં જે કરાર પદ્ધતિ નોકરી કરે છે.તે નાબૂદ કરી કાયમી શિક્ષિત બેરોજગારોને ભરતી કરવા પણ માંગ કરાઇ છે.તેમજ કિસાન ખેડૂતોને વૃદ્ધ કિસાન પેન્શન આપો અને માસિક રૂપિયા 25,000 આપો તેમજ જેમ નોકરીયાત લોકોને નોકરી પૂર્ણ થયા પછી પણ રીટાયર્ડ પેન્શન આવે છે.તેમ કિસાન ખેડૂતો ખેતી કરી અનાજ, શાકભાજી પેદા કરી તમામ આમ જનતાને પૂરો પાડે છે.તો આ કિસાન ખેડૂત ઘરડો થયા પછી શક્તિહીન થાય તેવા સંજોગોમાં વૃદ્ધ કિસાન પેન્શનનો લાભ આપવા પણ જાણ કરવામાં આવી છે.તેમજ રાધણ ગેસના બોટલ નો ભાવ 1100 છે તો તેનો ભાવ ઓછો કરી 50 ટકા સબસીડી આપો ની પણ માંગ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
આમ,અખિલ ભારતીય કિસાન સભા દાહોદ જિલ્લા સમિતિના કિસાન સભાના કારોબારી સભ્યો દ્વારા ફતેપુરા તાલુકા મામલતદાર સમક્ષ 10 મુદ્દાની માંગણી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.