દાહોદના ઉકરડી નજીક દાળમિલની પાછળ ખુલ્લામાં ચાલતા જુગારધામ પર પોલીસના દરોડા: પાંચ ખેલીઓ 21 હજારના મુદ્દામાલ સાથે ઝડપાયા..

Editor Dahod Live
2 Min Read

દાહોદના ઉકરડી નજીક દાળમિલની પાછળ ખુલ્લામાં ચાલતા જુગારધામ પર પોલીસના દરોડા: પાંચ ખેલીઓ 21 હજારના મુદ્દામાલ સાથે ઝડપાયા..

પોલીસે પાંચે જુગારીયાઓ પાસેથી રોકડ પાના પત્તાની કેટ મોબાઈલ ફોન મળી 21,650 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો..

દાહોદ તા. ૩

દાહોદ ઉકરડી ગામે દાળમીલની પાછળ રમાતા જુગાર પર સાંજના સુમારે તાલુકા પોલિસે ઓચિંતો છાપો મારી પાંચ જેટલા જુગારીઓને રોકડ, પત્તાની કેટ, ૪ મોબાઈલ વગેરે મળી રૂા. ૨૧,૬૫૦ના મુદ્દામાલ સાથે પકડી પાડી જેલના સળીયા પાછળ મોકલી આપ્યાનું જાણવા મળ્યું છે.

દેલસર ગામના સોમાભાઈ માનસીંગભાઈ મેડા, લાલુભાઈ મલાભાઈ મેડા, ઉસરવાણ માવી ફવિયાના હીમ્મતભાઈ હરમલભાઈ માવી, ઝાલોદ રોડ, રામા હોટલ પાસે રહેતા અજયભાઈ પોપટભાઈ સાંસી, તથા દેલસર ગામના ડુંગરા ફળિયામાં રહેતા મુકેશભાઈ પુનીયાભાઈ ડામોર એમ પાંચે જણા ગઈકાલે સાંજના સુમારે ઉકરડી ગામે દાળ મીલની પાછળ પત્તા-પાના વડે હારજીતનો જુગાર રમતા હોવાની દાહોદ તાલુકા પોલિસને બાતમી મળી હતી જે બાતમીના આધારે દાહોદ તાલુકા પોલિસે સાંજે સાડા છ વાગ્યાના સુમારે બાતમીમાં દર્શાવેલ મુજબની જગ્યાએ ઓચિંતો છાપો મારતા જુગાર રમી રહેલા ઉપરોક્ત જુગારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી પરંતુ પોલિસે તેઓને ચારે બાજુથી ઘેરી લીધા હતા અને તમામને પકડી પાડી દાવ પરથી તથા અંગઝડતીના મળી રૂા. ૧૦,૬૫૦ની રોકડ, પત્તાની કેટ નંગ-૧ તા રૂપિયા ૧૧૦૦૦ની કિંમતના ચાર મોબાઈલ ફોન મળી રૂા. ૨૧,૬૫૦નો મુદ્દામાલ પકડી પાડી કબજે લીધો હતો.

આ સંબંધે તાલુકા પોલિસે ઉપરોક્ત પાંચે જુગારીઓ વિરૂધ્ધ જુગારનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી જેલના સળીયા પાછળ મોકલી આપ્યા છે.

——————————

Share This Article