Tuesday, 01/07/2025
Dark Mode

દાહોદ જિલ્લામાં રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ ન્યુ દિલ્હીના આદેશથી 11 ફેબ્રુઆરી 2023 ના રોજ તાલુકા કક્ષાએ નેશનલ લોક અદાલત નું આયોજન કરાયું.

December 28, 2022
        1185
દાહોદ જિલ્લામાં રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ ન્યુ દિલ્હીના આદેશથી 11 ફેબ્રુઆરી 2023 ના રોજ તાલુકા કક્ષાએ નેશનલ લોક અદાલત નું આયોજન કરાયું.

 બાબુ સોલંકી :- સુખસર

દાહોદ જિલ્લામાં રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ ન્યુ દિલ્હીના આદેશથી 11 ફેબ્રુઆરી 2023 ના રોજ તાલુકા કક્ષાએ નેશનલ લોક અદાલત નું આયોજન કરાયું.

દાહોદ જિલ્લાના દેવગઢબારિયા,લીમખેડા,ઝાલોદ, ગરબાડા,ધાનપુર,ફતેપુરા,સંજેલી કોર્ટમાં નેશનલ લોક અદાલત યોજાશે.

( પ્રતિનિધિ ) ‌ ‌સુખસર,તા.28

નામદાર રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ ન્યુ દિલ્હીના આદેશથી નામદાર ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ દાહોદ ખાતે ચેરમેન અને પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ ઍન્ડ સેશન્સ કેાર્ટ,જિલ્લા અદાલત, દાહોદનાં અઘ્યક્ષ સ્થાને તથા તાલુકા કક્ષાએ જેમાં ચેરમેન અને મહે.જ્યુડી.મેજી.સાહેબના અધ્યક્ષ સ્થાને (૧) દેવગઢ-બારીયા (ર) લીમખેડા (૩)ઝાલોદ (૪)ગરબાડા (૫)ધાનપુર(૬) ફતેપુરા (૭) સંજેલી કેાર્ટમાં તારીખ: ૧૧/૦૨/૨૦૨૩ નાં શનિવારના રોજ સવારના ૧૦: ૩૦ કલાકે નેશનલ લેાક અદાલત યોજાનાર છે.
આ લેાક અદાલતમાં દાહોદ જીલ્લાની તમામ કાર્ટેમા ચાલતા(૧) ક્રીમીનલ કંમ્પાઉન્ડેબલ કેસો (૨) નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ હેઠળના કેસો (૩) બેંક રિકવરી વળતરના કેસો (૪) વાહન અકસ્માતના રિપોર્ટવાળા કેસો તથા દરખાસ્તો સહિત (૫) કૌટુંબિક તથા લગ્ન જીવનને લગતા કેસો (૬) શ્રમયોગી સંબંધિત તકરારને લગતા કેસો (૭) જમીન સંપાદન હેઠળના કેસો (૮) વીજળી તથા લાઈટ બીલના કેસો ( ચોરી સિવાયના કેસો) (૯) દિવાની કેસો જેવા કે ભાડુઆત સંબંધિત, બેંક લેણા તથા સીવીલ દરખાસ્તો કોર્ટમાં પેન્ડીંગ હોય તેવા કેસો લોક અદાલતમાં મુકી પક્ષકારોની સંમતિથી સમાધાનથી ફેસલ કરી શકાશે.

વધુમા, ઉપરોકત જણાવેલ કેસોમાં લોક અદાલતના માધ્યમથી સમાધાન કરવા ઈચ્છા ધરાવતા તમામ પક્ષકારોને સંબંધીત કોર્ટનો સંપર્ક કરી તાત્તકાલીક અરજી કરવી જેથી સામા પક્ષકારને નોટીસ કરી હાજર રખાવી સમાધાનથી કેસ પુરો કરી શકાય. પ્રિલિટીગેશન કેસો અથવા પેન્ડીગ કેસો જે દાહોદ જિલ્લા ન્યાયાલયમાં કે તાલુકા કક્ષાની અદાલતોનાં કાર્યક્ષેત્રમાં હોય ત્યાં આપ કે આપના વકીલશ્રીએ સંબંધીત કોર્ટમાં આપનો કેસ તારીખ : ૧૧/૦૨/૨૦૨૩ (શનિવાર) ના રોજ આયોજીત “રાષ્ટ્રીય લોક અદાલત” માં મૂકવા સંપર્ક કરી શકો છો.
લોક અદાલતમાં કેસોનો ઝડપી નિકાલ આવે છે.અને વળતર અરજીના કિસ્સામાં અરજદારને વળતરના નાણાં ઝડપથી મળે છે.આ લોક અદાલતનો મહત્તમ લાભ લેવા અને આ લોક અદાલતમાં તમામ પ્રકારના સમાધાનપાત્ર કેસો મૂકવા માટે દાહોદ જિલ્લાના દરેક વિ. વકીલશ્રીઓને તથા નાગરીકોને અનુરોધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!