Tuesday, 01/07/2025
Dark Mode

દાહોદ જિલ્લાના ખેડૂતો માટે કિસાન ગોષ્ઠી યોજાઇ : ૧૪૨૩ ખેડૂતોએ લીધો ભાગ

December 28, 2022
        418
દાહોદ જિલ્લાના ખેડૂતો માટે કિસાન ગોષ્ઠી યોજાઇ : ૧૪૨૩ ખેડૂતોએ લીધો ભાગ

રાજેશ વસાવે દાહોદ

દાહોદ જિલ્લાના ખેડૂતો માટે કિસાન ગોષ્ઠી યોજાઇ : ૧૪૨૩ ખેડૂતોએ લીધો ભાગ

૦૦૦

દાહોદ, તા. ૨૮ : દાહોદ જિલ્લામાં ડિસેમ્બર માસના બીજા સપ્તાહથી ૧૦ દિવસ માટે વિવિધ ગામોમાં કિસાન ગોષ્ઠીનું આયોજન કરાયું હતું. જેમાં ૧૪૨૩ જેટલા ખેડૂતોએ ભાગ લીધો હતો. આ કિસાન ગોષ્ઠી રેટીયા, બલૈયા, શાષ્ટા, હુમડપુર, નઢેલાવ, થાળા, વાંદર, પ્રતાપપુરા, ટોકરવા સહિતના ગામોમાં યોજાઇ હતી. દાહોદ જિલ્લાના ખેડૂતો માટે કિસાન ગોષ્ઠી યોજાઇ : ૧૪૨૩ ખેડૂતોએ લીધો ભાગ

આત્મા યોજના દાહોદ દ્વારા વર્ષ ૨૦૨૨.૨૩ ના ડિસેમ્બર માસમાં ગત તા. ૧૨ થી ૨૨ ડિસેમ્બર દરમિયાન આ કિસાન ગોષ્ઠીનું આયોજન કરાયું હતું. દાહોદ જિલ્લાના ખેડુતોને પ્ર્રાકૃતિક ખેતી, ટપક સિચાઇ, પશુપાલન અને આધુનિક ખેતી વિશે માર્ગદર્શન મળી રહે તે હેતુથી કિસાન ગોષ્ઠીનું આયોજન કરાયું હતું. જેમાં આત્મા યોજના અને ખેતીવાડી વિભાગના અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ, કૃષિ વિજ્ઞાન કેંદ્રના વૈજ્ઞાનિક્શ્રીઓ, જી.જી.આર.સી અને પશુપાલન વિભાગના અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ દ્વારા ખેડુતોને પ્રાકૃતિક ખેતીની સાથે ટપક સિચાઇ, પશુપાલન અને હવામાન તેમજ ખેતીને અનુરૂપ માર્ગદર્શન તેમજ તેમા ઉદભવતા પ્રશ્નોનો નિકાલ કરી માર્ગદર્શન અપાયું હતું.દાહોદ જિલ્લાના ખેડૂતો માટે કિસાન ગોષ્ઠી યોજાઇ : ૧૪૨૩ ખેડૂતોએ લીધો ભાગ

દેશના વડાપ્રધાનશ્રીના આહ્વાન મુજબ ગામ દીઠ ૭૫ ખેડુતો પ્રાકૃતિક ખેતી કરતા થાય અને રાજયપાલશ્રીની પ્રેરણા અને માર્ગદર્શન અનુસાર ખેડુતોને પ્રાકૃતિક ખેતી વિશે વિસ્તૃત લાઇવ નિદર્શન યોજી માહિતગાર કરાયા હતા. તેમજ આ અભિયાનને સફળ બનાવવા માટે દાહોદ ખાતેથી સંચાલીત પ્રજાપિતા બ્રહમાકુમારી દ્વારા પણ ખેડુતોને ઝેરયુક્ત ખેતી છોડી પ્રાકૃતિક અને વૈદિક ખેતી અંગે હાજર રહી ખેડુતોને માર્ગદર્શન અપાયું હતું. 

૦૦૦

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!