![ગુજરાત સરકારના શ્રમ કોશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ અને EMRI GREEN HEALTH SERVICE નાં સંયુક્ત ઉપક્રમે ધનવંતરી રથ ફાળવ્યું…](https://dahodlive.com/wp-content/uploads/2022/12/IMG-20221226-WA0107-770x377.jpg)
સુમિત વણઝારા, ઝાલોદ
ગુજરાત સરકારના શ્રમ કોશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ અને EMRI GREEN HEALTH SERVICE નાં સંયુક્ત ઉપક્રમે ધનવંતરી રથ ફાળવ્યું…
ગુજરાત સરકારના શ્રમ કોશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ અને EMRI GREEN HEALTH SERVICE નાં સંયુક્ત ઉપક્રમે કાર્યરત ધન્વન્તરિ રથની તંદુરસ્ત શ્રમિક પરિવાર, તંદુરસ્ત સમાજ અને તંદુરસ્ત રાષ્ટ્રના નિર્માણના સૂત્રને સાર્થક કરવાના નેમ સાથે ઝાલોદ તાલુકામાં ફાળવણી કરવામાં આવી છે.
ઝાલોદ તાલુકાના ધારાસભ્ય શ્રીમહેશભાઈ ભુરીયાના હસ્તે તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ શીતલબેન વાઘેલા, તાલુકા આરોગ્ય અધિકારી (ઇન્ચાર્જ) ડોક્ટર સિંહની ઉપસ્થિતિમાં આધુનિક મેડિકલ સુવિધાથી સજ્જ રથનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ કાર્યક્રમમાં EMRI GREEN HEALTH SERVICE વતી ઝાલોદ તાલુકાના ઈમરજન્સી મેનેજમેન્ટ એક્ઝિક્યુટિવ મનોજ કુમાર વિશ્વકર્મા, ધનવતરીનાં સ્ટાફ ડોક્ટર જીગીશાબેન, ચુનીયાભાઇ (ડ્રાઇવર), પંકજભાઈ (LT), હંસાબેન (સ્ટાફ નર્સ) અને 108 ના સ્ટાફ હાજર રહેલ હતા.
ધન્વન્તરિ રથ ની સેવાઓ બાંધકામ શ્રમિકોને તેઓના કાર્યસ્થળ જેવા કે બાંધકામ સાઈટ , કડીયાનાકા તેમજ શ્રમિક વસાહતો સુધી પહોચી , આરોગ્ય પ્રાથમિક સેવાઓ પૂરી પાડવા કટિબદ્ધ છે. જેમાં શ્રમિકોની ઓનલાઈન ડેટા એન્ટ્રી અને રજિસ્ટ્રેશન , જીપીએસ દ્વારા રિયલ ટાઇમ ટ્રેકિંગ તેમજ તાલીમબદ્ધ કર્મચારીઓ દ્વારા તબીબી સેવાઓ નિશુલ્ક પૂરી પાડવામાં આવે છે. અને બાંધકામ શ્રમિકો ને વિના મૂલ્યે બાંધકામ શ્રમિક તરીકે નોંધણી કરી ઈ- નિર્માણ કાર્ડ કાઢી આપવાની વ્યવસ્થા સાથે તબીબી સેવાઓ જેવી કે તાવ , ઝાડા , ઉલટીની સારવાર , ચામડી ની રોગો ની સારવાર , સામાન્ય રોગો ની સારવાર , રેફરલ સેવા , નાના બાળકોની સારવાર , સગર્ભા માતાની પ્રાથમિક તપાસ , ઉપરાંત લેબોરેરી જેમાં હિમોગ્લબિન ની તપાસ , મલેરીયા ની તપાસ , પેસાબ ની તપાસ , લોહીમાં સુગર ની તપાસ , પ્રગનેન્સી ટેસ્ટ વગેરે સેવાઓ ઉપલબ્ધ રહેશે .