બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના સાગડાપાડામાં 35 વર્ષીય યુવાનની ગામ માંથી શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા હાહાકાર.
સાંજના છ વાગ્યાના અરસામાં ગામમાં દુકાને વિમલ લેવા જાઉં છું તેમ જણાવી ઘરેથી નીકળેલો યુવાન સવારના મૃત હાલતમાં મળી આવ્યો.!
મરણ ગયેલા યુવાનના મોઢા, કાન,નાક અને ઝાડા વાટે લોહી નીકળતું હોય મૃતક યુવાન સાથે કોઈ અધટીત ઘટના ઘટી હોવાની શંકા સેવતા પરિવારજનો.
સુખસર,તા.24
ફતેપુરા તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિન પ્રતિદિન કથળતી જાય છે.અને એક અઘટિત ઘટનાના બનાવની શાહી જ્યાં સુકાતી નથી ત્યાં જ બીજો બનાવ બની રહ્યો છે.તેમાંયે ખાસ કરીને શંકાસ્પદ માનવ હત્યાના બનાવો દિન પ્રતિ દિન વધી રહ્યા હોવાનું વધતા જતા બનાવો ઉપરથી જોવા અને જાણવા મળે છે. તેમાં વધુ એક બનાવ આજરોજ સાગડાપાડાના 35 વર્ષીય આશાસ્પદ યુવાનની શંકાસ્પદ મોત થયેલ લાશ ગામમાંથી મળી આવતા પરિવાર સગા સંબંધીઓ સહિત ગામમાં હાહાકાર મચી જવા પામ્યો હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકાના સાગડાપાડા ગામના ખૂટા ફળિયામાં રહેતા પંકજભાઈ છગનભાઈ ચરપોટ ઉ.વ.35 ખેતીવાડી તથા સુખસર પોલીસ સ્ટેશનમાં જી.આર.ડી તરીકે ફરજ બજાવી પોતાના ઘરનું ગુજરાત ચલાવતા હતા.જેઓ ગતરોજ સાંજના છ વાગ્યાના અરસામાં ઘરના સભ્યોને જણાવેલ કે, ગામમાં દુકાને વિમલ લેવા જાઉં છું તેમ કહી ઘરેથી નીકળ્યા બાદ મોડે સુધી પરત ઘરે નહીં આવતા ઘરના સભ્યોએ તેમની શોધખોળ હાથ ધરી હતી.પરંતુ પંકજભાઈ ચરપોટનો કોઈ જગ્યાએ પત્તો મળ્યો ન હતો.જ્યારે આજરોજ વહેલી સવારના પણ તપાસ ચાલુ હતી. તે દરમિયાન પોતાના મરણ જનારના ઘરથી બસ્સો મીટર દૂરના અંતરે પંકજભાઈ ચરપોટની મોઢા,કાન,નાક અને ગુદાના ભાગે લોહી નીકળતી હાલતમાં લાશ મળી આવી હોવાનું મૃતકના પરિવારજનો દ્વારા જાણવા મળેલ છે.ઘટના બાબતે પરિવાર દ્વારા સુખસર પોલીસ સ્ટેશનમાં જાણ કરતા મૃતકની લાશ સુખસર સરકારી દવાખાનામાં પી.એમ અર્થે લાવવામાં આવી છે.અને તેનું મોત કયા કારણોસર થયું તેની વિગતો પી.એમ બાદ જ જાણવા મળી શકશે.પરંતુ હાલ મરણ જનારની લાશની સ્થિતિ જોતા તેની સાથે કોઈ અગટીત ઘટના ઘટી હોવાનું પરિવારજનો જણાવી રહ્યા છે.