
રાજેશ વસાવે, દાહોદ
દાહોદના હાર્દ સમા ગાંધી ચોક ખાતે મેડિકલ સ્ટોરમાં અગમ્ય કારણોસર લાગી આગ..
દાહોદ તા.01
દાહોદ શહેરમાં 24 કલાક ટ્રાફિક થી ધમધમતા ગાંધી ચોક ખાતે આવેલ મેડિકલ સ્ટોરમાં અચાનક અગમ્ય કારણોસર આગ લાગતા દોડધામ મચી મચી જવા પામી હતી.
આજરોજ તારીખ એક 12 2022 ના રોજ સાંજના સાડા પાંચ વાગ્યાના સમયગાળા દરમિયાન દાહોદ શહેરના ભરચક એવા ગાંધી ચોક વિસ્તારમાં આવેલી ધવલ મેડિકલ સ્ટોર ઉપર અચાનક એકાએક આગ લાગવાની ઘટના બની હતી.અને આગ લાગવાની ઘટના બનતા દાહોદના ફાયર ફાઈટરને જાણ કરવામાં આવી હતી અને તે બાદ ફાયરના જવાનો સાધન સામગ્રી લઈને ગાંધી ચોક ખાતે આવી પહોંચ્યા હતા.અને ધવલ મેડિકલ સ્ટોરમાં નીચેના ભોયરામાં આગ લાગતા તેને ફાયરના જવાનોએ પાણીનો મારો ચલાવી અને આગ ઉપર કાબુ મેળવતો હતો.પરંતુ આગ કયા કારણોસર લાગી હજુ જાણવા નથી મળ્યું આગ લાગવાનું કારણ હજી સુધી અકબંધ રહેવા પામ્યું છે અને મેડિકલ સ્ટોરમાં મોટા ભાગનું નુકસાન થવા પામ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.ત્યારે ફાયરના જવાનોએ આજરોજ આગ ઉપર કાબુ મેળવ્યો હતો અને આજુબાજુની દુકાનોમાં આગની જ્વાળાઓના પ્રસરે તે માટે ફાયર ના જવાનોએ આગ ઉપર પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો.