Tuesday, 01/07/2025
Dark Mode

દાહોદ જિલ્લાના ઓબ્ઝવર્સશ્રીઓએ મીડિયા મોનિટરીંગ રૂમની મુલાકાત લીધી

November 19, 2022
        4364
દાહોદ જિલ્લાના ઓબ્ઝવર્સશ્રીઓએ મીડિયા મોનિટરીંગ રૂમની મુલાકાત લીધી

વસાવે રાજેશ દાહોદ 

દાહોદ જિલ્લાના ઓબ્ઝવર્સશ્રીઓએ મીડિયા મોનિટરીંગ રૂમની મુલાકાત લીધી

૦૦૦

દાહોદ, તા. ૧૯ : દાહોદ જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીઓ માટે નિયુક્ત કરવામાં આવેલા ઓબ્ઝવર્સશ્રીઓએ આજે જિલ્લા સેવા સદનની સ્માર્ટ સીટીની ગ્રીન બિલ્ડીંગ ખાતે રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરી રહેલા મીડિયા મોનિટરીંગ રૂમની મુલાકાત લીધી હતી અને અહીં માહિતી કચેરી દ્વારા ચૂંટણીને લગતી માહિતીના પ્રદર્શનનું નિરીક્ષણ કર્યું હતું.

દાહોદ જિલ્લાના ઓબ્ઝવર્સશ્રીઓએ મીડિયા મોનિટરીંગ રૂમની મુલાકાત લીધી

મીડિયા મોનિટરીંગ રૂમની જનરલ ઓબ્ઝવર્સ શ્રી રીષિરેન્દ્ર કુમાર, શ્રી સચીન્દ્ર પ્રતાપસિંહ, શ્રી સુનીલ શર્મા તેમજ એક્સપેન્ડીચર ઓબ્ઝવર્સ શ્રી મૃત્યુજંય સૈની, શ્રી લવીશ શૈલી અને પોલીસ ઓબ્ઝવર્સ શ્રી સતીષ કુમારે મુલાકાત લીધી હતી. જિલ્લા ચૂંટણી અધિકારી ડો. હર્ષિત ગોસાવીએ કર્મચારીઓ દ્વારા અહીં ૨૪ કલાક મીડિયાનું મોનિટરિંગ થઇ રહ્યું હોવાની માહિતી આપી હતી. ઓબ્ઝવર્સશ્રીએ અહીંની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને કર્મચારીઓને તેમની કામગીરી વિશે પુચ્છા કરી હતી. તેમણે સંબધિત અધિકારીશ્રીઓને જરૂરી સૂચનો પણ કર્યા હતા. ઓબ્ઝવર્સશ્રીએ માહિતી કચેરી દ્વારા પ્રદર્શિત ચૂંટણી લક્ષી માહિતીના પ્રદર્શનને નિહાળ્યું હતું. દાહોદ જિલ્લાના ઓબ્ઝવર્સશ્રીઓએ મીડિયા મોનિટરીંગ રૂમની મુલાકાત લીધી

આ વેળા જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારી, નાયબ માહિતી નિયામક શ્રી એસ.જે. બળેવીયા સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા. 

૦૦૦

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!