
દાહોદના ઝાયડસ હોસ્પીટલના તબીબોની ટીમે સફળ શસ્ત્રક્રિયા વડે.
મધ્ય પ્રદેશના સ્તન કેન્સર જેવી ગંભીર બિમારી પીડાતા 70 વર્ષીય વૃદ્ધને નવજીવન આપ્યું.
સ્તન કેન્સર જેવી બીમારી મોટાભાગે સ્ત્રીઓમાં જોવા મળે છે. રેડ કેસમાં માત્ર એક ટકા પુરુષોમાં આ બીમારી જોવા મળે છે.
દાહોદ તા.18
મધ્ય પ્રદેશના રહેવાસી એક આધેડ માટે દાહોદની ઝાયડસ હોસ્પીટલ એક સંજીવની સામાન સાબિત થઈ છે. મધ્યપ્રદેશનો 70 વર્ષીય આધેડ છેલ્લા ઘણા સમયથી ગંભીર બીમારીથી પીડિત હતો.જેને લઇને અને કેટલાક હોસ્પિટલોમાં સારવાર કરાવ્યા બાદ કોઈ સફળતા હાથ ન કરતા આખરે દાહોદના ઝાયડસ હોસ્પિટલમાં ચેકઅપ કરાવવા આવતા તેને કેન્સર જેવી બીમારી હોવાનું સામે આવ્યું હતું. કે બાદ હોસ્પિટલના ડોક્ટરોની ટીમે કેન્સર ગ્રસ્ત આધેડનું સફળતાપૂર્વક ઓપરેશન કરીને તેને નવજીવન આપ્યું છે.
મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના રહેવાસી 70 વર્ષીય આધેડ છેલ્લા ઘણા સમયથી છાતીના ભાગે ગાંઠ હોવાના કારણે તે પીડાતા હતા. આ બીમારીના ઈલાજ માટે તેઓ જુદા-જુદા હોસ્પિટલમાં બતાવ્યું હતું.છેલ્લે કોઈ આરામ ન થતા આખરે તેમને દાહોદની નામાંકિત ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ખાતે ચેકઅપ કરવા માટે આવ્યા હતા.જ્યાં ડોક્ટરોની ટીમ દ્વારા તેમની શારીરિક તપાસ હતા તે ગાંઠ સ્તન કેન્સર હોવાનું સામે આવ્યું હતું. કેન્સર જેવી જીવલેણ બીમારીનું સાંભળી આ આધેડ ઉંમરના વ્યક્તિ એક ક્ષણ માટે સતબંધ થઈ ગયા હતા. જોકે ડોક્ટરોએ યોગ્ય સમજણ આપી ઓપરેશન માટે રાજી કર્યા હતા. અને ત્યારબાદ હોસ્પિટલના સર્જન ડોક્ટરો મધુકર વાઘ, ડોક્ટર કમલેશ ગોહિલ,ડોક્ટર રાહુલ પરમાર,એનેસ્થએસીયામાં ડોક્ટર આયુષી સિંઘલની ટીમ દ્વારા આ આધેડ ઉંમરના વ્યક્તિનું સફળ સર્જરી કરી તેને નવજીવન આપ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે સ્તન કેન્સર જેવી બીમારી મોટાભાગે સ્ત્રીઓમાં જોવા મળે છે. આ બીમારી પુરુષોમાં રેર કેસમાં એટલે કે એક ટકા કેસમાં આ સ્તન કેન્સર જોવા મળે છે.જોકે આ 70 વર્ષીય આધેડને કેન્સર મુક્ત બનાવવા ડોક્ટરોની ટીમ માટે એક ચેલેન્જીગ ભૂમિકા હતી. કારણ કે 70 વર્ષના વૃદ્ધ વ્યક્તિ મોટાભાગે શારીરિક રીતે નબળા હોય છે સાથે સાથે તેમની રોગપ્રતિકારક શક્તિઓ પણ ઘટી ગઈ હોય છે. અને મોટાભાગના વૃદ્ધ માણસો હાઈ બીપી, ડાયાબિટીસ જેવી કોઈને કોઈક બીમારીથી પીડાતા હોય છે. ત્યારે આવી પરિસ્થિતિમાં ઝાયડસ મેડિકલ એન્ડ હોસ્પિટલના નિષ્ણાંત તબીબોએ ઉપરોક્ત તમામ ચેલેનજીંગ બાબતોને ધ્યાને લઈ આ આધેડના તમામ પ્રકારના રિપોર્ટ કર્યા હતા. દર્દીને કોઈ આડઅસર નહિ થાય તેવી પરિસ્થિતિમાં આધેડનું તબીબોની ટીમે શસ્ત્રક્રિયા વડે સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું.અને સ્તન કેન્સર જેવી બીમારીથી મુક્ત કરવામાં આવ્યો હતો.જે એક ઉત્કૃષ્ટ કામગીરીનો ઉત્તમ ઉદાહરણ છે.