
વસાવે રાજેશ દાહોદ
દાહોદ જિલ્લાના વિવિધ વિધાનસભા મતદાર વિભાગો માટે ઓબ્ઝર્વરશ્રીઓની નિમણુંક કરાઇ
૦૦૦
દાહોદ, તા. ૧૭ : ભારતના ચૂંટણી પંચ દ્વારા દાહોદ જિલ્લાના વિવિધ વિધાનસભા મતદાર વિભાગો માટે જનરલ ઓબ્ઝર્વરશ્રી, ચૂંટણી ખર્ચના ઓબ્ઝર્વરશ્રી અને પોલીસ ઓબ્ઝર્વરશ્રી તથા આવકવેરા અધિકારીશ્રીની નિમણુંક કરવામાં આવી છે. હાલની ચૂંટણી માટે તેઓના મોબાઇલ નંબર સહિતની માહિતી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી, દાહોદે એક યાદીમાં જણાવી છે.
વિધાનસભા બેઠક ૧૨૯ અને ૧૩૦ માટે જનરલ ઓબ્ઝર્વસ શ્રી રીષિરેન્દ્ર કુમાર દાહોદના વિશ્રામગૃહ ખાતે રૂમ નં. ૨૦૧ માં રોકાયા છે. તેમનો ટેલીફોન નં. ૦૨૬૭૩-૨૪૯૨૭૨, મોબાઇલ નં. ૭૯૮૪૩૭૨૨૦૨ તેમજ ઇ મેઇલ આઇ ડી obgr129130@gmail.com, વિધાનસભા બેઠક ૧૩૧ તેમજ ૧૩૨ માટે જનરલ ઓબ્ઝર્વસ શ્રી સચીન્દ્ર પ્રતાપસિંહ દાહોદનાં વિશ્રામગૃહ ખાતે રૂમ નં. ૨૦૮ ખાતે રોકાયા છે. તેમનો ફોન નં. ૦૨૬૭૩-૨૪૯૨૭૧, મોબાઇલ નં. ૬૩૫૫૩૬૦૨૮૬ અને ઇ મેઇલ એડ્રેસ obgr131132@gmail.com ઉપર તેમનો સંપર્ક કરી શકાશે. વિધાનસભા બેઠક ૧૩૩ અને ૧૩૪ માટે જનરલ ઓબ્ઝર્વસ શ્રી સુનીલ શર્મા વિશ્રામગૃહના રૂમ નં. ૧૦૧ માં રોકાયા છે. તેમનો ફોન નં. ૦૨૬૭૩-૨૪૯૨૭૩ અને મોબાઇલ નં. ૯૩૨૮૨૫૬૩૯૦ ઉપર સંપર્ક કરી શકાશે.
જિલ્લામાં એક્સપેન્ડીંચર ઓબ્ઝવર્સ તરીકે શ્રી મૃત્યુજંય સૈની વિધાનસભા બેઠક ૧૨૯, ૧૩૦, ૧૩૧ અને ૧૩૨ ઉપર નિમવામાં આવ્યા છે. તેઓ દાહોદનાં વિશ્રામગૃહ ખાતે રૂમ નં. ૨૦૫ ખાતે રોકાયા છે. તેમનો ટેલીફોન નં. ૦૨૬૭૩-૨૪૯૨૭૪ અને મોબાઇલ નં. ૮૮૪૯૩૯૮૩૮૫ તેમજ ઇ મેઇલ એડ્રેસ expobs129to132@gmail.com ઉપર સંપર્ક કરી શકાશે. શ્રી લવીશ શૈલીની એક્સપેન્ડીચર ઓબ્ઝર્વસ તરીકે ૧૩૩ અને ૧૩૪ વિધાનસભા બેઠક ખાતે નિમણુંક કરાઇ છે. તેઓ વિશ્રામ ગૃહ ખાતે રૂમ નં. ૨૦૬ માં રોકાયા છે. તેમનો ટેલીફોન નં. ૦૨૬૭૩-૨૪૯૨૭૫ અને મોબાઇલ નં. ૮૭૯૯૦૨૪૭૮૫ છે તેમજ ઇ મેઇલ એડ્રેસ expobs133to134@gmail.com ઉપર સંપર્ક કરી શકાશે. તદ્દઉપરાંત જિલ્લામાં પોલીસ ઓબ્ઝવર્સ તરીકે શ્રી સતીષ કુમારની તમામ વિધાનસભા બેઠકો ખાતે નિમણુંક કરાઇ છે. તેઓ દાહોદનાં વિશ્રામગૃહના અનાશ (ઓલ્ડ બિલ્ડીંગ) ખાતે રોકાયા છે. તેઓનો ફોન નં. ૦૨૬૭૩-૨૪૯૨૭૬ અને મોબાઇલ નં. ૮૮૪૯૩૯૭૨૬૫ છે. તેમજ ઇમેઇલ polobsgr@gmail.com ઉપર તેમનો સંપર્ક કરી શકાશે. તમામ વિધાનસભા બેઠક માટે ૦૨૬૭૩-૨૪૯૨૭૭ ફેક્સ નંબર ઉપર ફેક્સ કરી શકાશે. તેમજ ઇન્કમ ટેક્સ ઓફિસર ઓન ઇલેકશન ડયુટી તરીકે શ્રી નવીન કિશોર સિન્હા, ડેપ્યુટી કમિશનર ઇન્કમ ટેક્ષ નો ૯૪૦૮૭૯૧૩૨૪ ઉપર સંપર્ક કરી શકાશે.
૦૦૦