Tuesday, 01/07/2025
Dark Mode

દાહોદ પોલીસે બસ સ્ટેશન પરિસરમાં ચાર મહિલાઓને 85 હજારના વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી

November 16, 2022
        1024
દાહોદ પોલીસે  બસ સ્ટેશન પરિસરમાં ચાર મહિલાઓને 85 હજારના વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી

રાજેશ વસાવે, દાહોદ 

 

દાહોદ પોલીસે  બસ સ્ટેશન પરિસરમાં ચાર મહિલાઓને 85 હજારના વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી

 

 

દાહોદ.તા.૧૬

 

દાહોદ બી ડીવીઝન પોલિસે દાહોદ બસ સ્ટેશન પર પોટલા લઈને ઉભેલ શંકાસ્પદ લાગતી ચાર મહિલાઓના પોટલાની તલાસી લઈ રૂપિયા ૮૫ હજાર ઉપરાંતની કિંમતનો વિદેશી દારૂ તથા બીયરનો જથ્થો પકડી પાડી ચારે મહિલાઓની અટક કર્યાનું જાણવા મળ્યું છે.

 

પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ શહેરના બસ સ્ટેશન પર ગરબાડાના નઢેલાવ ગામના પટેલ ફળિયામાં રહેતી કબુબેન મીથુનભાઈ હઠીલા, સાંગા ગામના નિનામાન ફળિયાના મૂળ વતની અને હાલ અમદાવાદ અંબીકાટ્યુબના કાચા છાપરા વટવા ખાતે રહેતી રેતુબેન મનીષભાઈ રૂમાલભાઈ મિનામા, ગરબાડાના આમલી ખજુરીયા ગામની મૂળ રહેવાસી અને હાલ અમદાવાદ વટવા ખાતે રહેતી સાજનબેન ગોપાળભાઈ માવજીભાઈ કલારા તથા ગરબાડાના માતવા ગામના ડામોર ફળિયાની અબુબેન શંકરભાઈ જવલાભાઈ ડામોર એન ચારે મહિલા અમદાવાદ જવા માટે પોતાના પોટલા સાથે ઉભી હતી અને બસ સ્ટેશન પર ફરજ પરની પોલિસને જાેઈ અ ા ચારે મહિલાઓ આઘી પાછી થતાં એ ચારે મહિલાઓની હિલમાલ પોલિસને શંકાસ્પદ લાગતાં પોલિસે તે ચારે મહિલાઓના પોટલાની તલાસી લઈ ચારે મહિલાઓના પોટલાઓમાંથી પોલિસે રૂા. ૮૫,૫૦૧ની કુલ કિંમતના ભારતીય બનવટના વિદેશી દારૂ તતા બીયરની કુલ બોટ નંગ-૮૦૩ પકડી પાડી ઉપરોક્ત ચારે મહિલાઓની અટક કરી ચારે મહિલાઓ વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!