
વસાવે રાજેશ : દાહોદ
ચૂંટણી અધિકારીની પરવાનગી વિના સભા, સરઘસ કે રેલી યોજી શકાશે નહીં
૦૦૦
દાહોદ, તા. ૯ : ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીના સંદર્ભે દાહોદનાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી એ.બી. પાંડોરે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે એ માટે સભા, સરઘસ, રેલીઓના રૂટ બેવડાય નહીં અને નિયમોઅનુસાર પરવાનગી મેળવીને યોજાઇ એ માટે આદેશ કરાયો છે. તદ્દઅનુસાર, જિલ્લાના સમગ્ર વિસ્તારમાં અધિકૃત અધિકારી પાસેથી પૂર્વ પરવાનગી મેળવ્યા સિવાય ચાર કરતા વધુ વ્યક્તિઓએ એકત્રિત થવું નહીં અથવા કોઇ પણ સભા, સરઘસ, રેલી કાઢી શકાશે નહી. આ માટેની મંજુરી માટે સક્ષમ અધિકારી તરીકે સબંધિત વિધાનસભા મતદાર વિભાગના ચૂંટણી અધિકારી/મદદનીશ ચૂંટણી અધિકારીને અધિકૃત કરવામાં આવ્યા છે. આ જાહેરનામું આગામી તા. ૧૦-૧૨-૨૦૨૨ સુધી અમલમાં રહેશે.
૦૦૦