
સુમિત વણઝારા, દાહોદ
દાહોદ ખાતે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા પરશુ દીક્ષાના કરવામાં આવેલ આયોજનમાં મોટી સંખ્યામાં ભૂ દેવો ઉપસ્થિત રહ્યાં !
દાહોદ તા.૧૦
શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા દાહોદ ખાતે આવેલ પ્રસંગ પાર્ટી પ્લોટમાં ગુજરાતના ભૂદેવો દ્વારા પરશુ દીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે ત્યારે પંચમહાલ જિલ્લાના મુખ્ય કન્વીનર રાહુલ કમલેશકુમાર કાકાના અધ્યક્ષ સ્થાને પંચમહાલ જિલ્લાના છ તાલુકામાં અને આણંદ તેમજ નડિયાદ જિલ્લામાંથી ૪૦૦થી વધુ ભૂદેવો ૮૦થી વધારે કાર સાથે રેલી સ્વરૂપે ગોધરાના પરવડી ચોકડી થી વડોદરા ના સાંસદ રંજનબેન ભટ્ટની ઉપસ્થિતિમાં પ્રસ્થાન કર્યુ હતું જેમાં મોટી સંખ્યામાં ભૂદેવો ઉપસ્થિત રહ્યા હતા.
આજરોજ દાહોદ જિલ્લામાં આવેલ પ્રસંગ પાર્ટી પ્લોટ ખાતે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા ઇતિહાસમાં પહેલીવાર ૧,૦૦૦ થી વધુ ભૂદેવો પરશુ દીક્ષા લેનાર છે ત્યારે આજરોજ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા બ્રહ્મ યુવા શક્તિ મન કર્મ અને વચન સાથે સમાજના નિર્માણથી રાષ્ટ્રનું નિર્માણના સંકલ્પ અને માં ભારતીની ઉપાસના સાથે મધ્ય ગુજરાતમાં સૌથી મોટું આયોજન પ્રસંગ પાર્ટી પ્લોટ ગોવિંદ નગર દાહોદ ખાતે રાખવામાં આવેલ છે જેમાં પંચમહાલ જિલ્લાના મુખ્ય કન્વીનર રાહુલ કમલેશકુમાર કાકાના અધ્યક્ષ સ્થાને પંચમહાલ જિલ્લાના છ તાલુકા અને આણંદ તેમજ નડિયાદ જિલ્લામાંથી ૪૦૦થી વધુ ભૂદેવ ૮૦ થી વધારે કાર સાથે રેલી સ્વરૂપે ગોધરાના પરવડી ચોકડી ખાતે નીકળ્યા હતા જેમાં વડોદરા જિલ્લાના સાંસદ રંજનબેન ભટ્ટ ની ઉપસ્થિતિમાં પંચમહાલ જિલ્લાના મુખ્ય કન્વીનર રાહુલ કમલેશકુમાર કાકાએ સાંસદ રંજનબેન ભટ્ટને શાલ ઓઢાડી સ્વાગત કર્યુ હતું ત્યારબાદ રેલી નું પ્રસ્થાન કરાવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભૂદેવો ઉપસ્થિત રહ્યા હતા.