Thursday, 21/11/2024
Dark Mode

દાહોદમાં ભગિની સમાજ આગળ આદિવાસી સમાજના યુવાનો દ્વારા રાજ્યના નાયબ મુખ્યમંત્રી તેમજ રાજ્યકક્ષાના મંત્રી વિરુદ્ધ સુત્રોચાર કરી પૂતળા ફુંક્યા

દાહોદમાં ભગિની સમાજ આગળ આદિવાસી સમાજના યુવાનો દ્વારા રાજ્યના નાયબ મુખ્યમંત્રી તેમજ રાજ્યકક્ષાના મંત્રી વિરુદ્ધ સુત્રોચાર કરી પૂતળા ફુંક્યા

નીલ ડોડીયાર/જીગ્નેશ બારીયા @ દાહોદ

દાહોદ તા.18

રાજ્ય સરકાર દ્વારા ચારણ, ભરવાડ, અને રબારી સમાજને આદિજાતીના પ્રમાણ પત્રો સંદર્ભે રાજ્યભરના આદિવાસી સમાજમાં વિરોધ વંટોળ ઉભો થયો છે અને રાજ્ય સરકારના નિર્ણયનો આદિવાસી સમાજ દ્વારા ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે.ત્યારે આદિવાસી સમાજ દ્વારા ગાંધીનગર ખાતે આદિજાતિના પ્રમાણપત્રો રદ્દ કરવાની માગ સાથે છેલ્લા કેટલાય દિવસથી ધરણા પર બૈઠા છે.ત્યારે આજરોજ
દાહોદ શહેરના ભગિની સમાજ ચોકમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમજ દે.બારીઆના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડનું દાહોદના આદિવાસી સમાજના યુવાનો દ્વારા પૂતળા દહન કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.

દાહોદ શહેરના આદિવાસી પરિવાર દ્વારા જે નેતાઓ સત્યાગ્રહ છાવણી ગાંધીનગરમાં સાચા આદિવાસી બચાવ સમિતિ દ્વારા ધારણા પ્રદર્શન કરી રહ્યા છે.ત્યારે રાજ્ય સરકાર દ્વારા આ મામલે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી તેના વિરોધમાં આજ રોજ 18.02.2020 ના રોજ દાહોદ શહેરના ભગિની સમાજ આગળ આદિવાસી સમાજના યુવાનો દ્વારા રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને દે.બારીયાના ધારાસભ્ય અને રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ ના પૂતળા દહન કરવામાં આવ્યા હતા.અને તેમને જાહેર ચેતવણી છે કે આવનાર સમયમાં જો આદિવાસી સમાજને પડખે ઉભા નહીં રહે તો અમે આદિવાસીઓ 26.02.2020 ના રોજ વિધાનસભા ઘેરાવ કરીશુ અને ભારત બંધ એલાન કરીશુ તેમ જણાવ્યું હતું.

error: Content is protected !!