
રાજેશ વસાવે, દાહોદ
દાહોદમાં ધોળાદિવસે ભરબજારમાંથી બોલેરો ગાડીમાં મુકેલા રોકડ રકમ તેમજ દસ્તાવેજો ચોરાયા..
દાહોદ તા.૨૮
દાહોદ શહેરમાં એક બોલેરો ગાડીમાં મુકી રાખેલ રોકડા રૂપીયા દોઢ લાખ તેમજ ચેકબુક અને અન્ય વિગેરે દસ્તાવેજાે કોઈ અજાણ્યા ચોર ઈસમો ચોરી કરી લઈ નાસી જતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે.
ગત તા.૨૭મી સપ્ટેમ્બરના રોજ દાહોદ જિલ્લાના પાવડી ગામે મહુડી ફળિયામાં રહેતાં ચંદુભાઈ નાથાભાઈ ભાભોર પોતાના કબજાની બોલેરો ગાડી લઈ દાહોદ શહેરમાં આવ્યાં હતાં અને પોતાની બોલેરો ગાડી દાહોદ શહેરમાં આવેલ ફાયર બ્રીગેડ ચાકલીયા રોડ ખાતે પાર્ક કરી મુકી હતી. આ બોલેરો ગાડીમાંથી કોઈ અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી ગાડીમાં મુકી રાખેલ રોકડા રૂપીયા દોઢ લાખ, બેન્કની ચેકબુક, બેન્કની પાસબુક, સંસ્થાના અન્ય દસ્તાવેજાે ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે ચંદુભાઈ નાથાભાઈ ભાભોરે દાહોદ એ ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.