દાહોદમાં હોમગાર્ડ દળમાં ફરજ બજાવતા જવાનોએ પોતાની પડતર માંગણીઓને લઇ કલેક્ટરને આવેદન.

Editor Dahod Live
1 Min Read

રાજેશ વસાવે, દાહોદ

 

 

દાહોદમાં હોમગાર્ડ દળમાં ફરજ બજાવતા જવાનોએ પોતાની પડતર માંગણીઓને લઇ કલેક્ટરને આવેદન.

 

દાહોદ તા.૧પ

 

દાહોદ તાલુકામાં હોમગાર્ડ દળમાં ફરજ બજાવતા જવાનો દ્વારા પોતાના વિવિધ પડતર પ્રશ્નો બાબતે દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતુ.

 

દાહોદ તાલુકાના હોમગાર્ડ દળના જવાનો દ્વારા દાહોદ જીલ્લા કલેક્ટરને આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યાનુસાર જવાનો શહેર તેમજ તાલુકામાં રાત્રી તેમજ દિવસ દરમ્યાન તેમજ ચુંટણી બંદોબસ્ત, ધાર્મિક તહેવારો, વીવીઆઈપી બંદોબસ્ત તેમજ આપાતકાલીન જેવી પરિસ્થિતીઓમાં હોમગાર્ડ જવાનો પોલીસના પડછાયા તરીકે ફરજ બજાવે છે. હોમગાર્ડના જવાનોને દૈનિક ૩૦૪ રૂા. માનદ વેતન આપવામાં આવે છે.એક મહિનાનો ૮ર૦૮ માનદવેતન ચુકવવામાં આવે છે. આ વેતનથી પોતાના પરિવારનું ગુજરાન ચલાવવુ મુશ્કેલ સાબિત થઈ રહ્યું છે. ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં હોમગાર્ડ જવાનોને દૈનિક પ૦૦ થી ૮૦૦ રૂા. માનદ વેતન આપવામાં આવે છે. ત્યારે માત્ર ગુજરાત રાજ્યમાં હોમગાર્ડ જવાનોને અન્યા થતો હોય તેમ લાગી રહ્યું છે. માટે ગુજરાતના હોમગાર્ડના વેતનમા વધારો કરવામાં આવે, સ્પર્ધાત્મક પરિક્ષામાં વધારાના ગુણની જાેગવાઈ કરવામાં આવે, હોમગાર્ડ જવાનોની નિવૃત્તિ વય પપ થી વધારીને પ૮ વર્ષ કરવામાં આવે તેમજ હોમગાર્ડ જવાનોને તાલીમાર્થી કેમ્પ દરમ્યાન મળવા પાત્ર જમવાના ભથ્થામાં વધારો કરી જવાનોના શારિરીક હુફ મળી રહે જેવા વિવિધ પડતર પ્રશ્નો સંદર્ભે દાહોદ જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ.

 

 

Share This Article